સરદાર સરોવર ૯૯ ટકા ભરાયોઃ યુદ્ધના ધોરણે સી-પ્લેન માટેની જેટીનું કામ શરૂ

0
40
Share
Share

નર્મદા,તા.૧૬

ગુજરાતમાં પ્રથમ સી પ્લેન અમદાવાદના કાંકરિયાથી કેવડિયાના નર્મદા ડેમ નજીક તળાવ નંબર ૩ ખાતે શરૂ થવાનું છે. આગામી ૩૧ ઓક્ટોબરના સરદાર પટેલ જ્યંતીના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ યોજાવવાની છે. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી પ્લેનમાં બેસીને ઉદ્દઘાટન કરવાના છે. આ સી પ્લેન જે સ્થળે ઉતરવાનું છે તે સ્થળ પાસેના તળાવમાંથી કેવડિયા વન વિભાગે અત્યાર સુધીમાં ૧૨૮થી વધુ મગરોને પકડીને સરદાર સરોવર ડેમ અને ગીર ફાઉન્ડેશન ખાતે રેસ્કયુ કરી મોકલી આપ્યા છે.

જોકે આ મગરો સીધા નર્મદા ડેમમાંથી મેઇન કેનાલ થકી જે તળાવ નંબર ૩માં આવે છે એ જગ્યા પર હજુ પણ અસંખ્ય મગરો છે. જેને પકડવાની કાયવત ચાલુ જ છે. હાલ યુદ્ધના ધોરણે તળાવ નંબર ૩ પર જેટી બનાવવામાં આવી રહી છે. તળાવ નંબર ૩ પર બની રહેલી જેટી નિરીક્ષણ કરવા આજે  જીજીદ્ગન્ના એમડી રાજીવ ગુપ્તાએ સ્થળ નિરીક્ષણ કરી તમામ કામ કરતા અધિકારીઓને ૩૧ ઓક્ટોબર પહેલા આ કામ કરવાની સૂચના પણ આપી હતી.

પી.એમ.નરેન્દ્ર મોદીનો જન્મ દિવસે ડેમ છલોછલ ભરી પીએમ નરેન્દ્ર મોદીને રાજ્ય સરકાર ભેટ આપશે. નર્મદા બંધ આ સીઝનમાં પ્રથમ વખત છલોછલ ભરાયો ૧૩૮.૬૮ મીટર સુધી હવે ભરાશે. હાલ ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮થી માત્ર ૧૦ સેમી દૂર નર્મદા બંધના ઉપરવાસમાંથી ૮૨,૧૮૪ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here