સરદાર સરોવર ડેમ ગમે તે ક્ષણે હવે છલકાઈ શકે છે

0
12
Share
Share

હાલની સપાટી ૧૩૭.૯૯ મીટર પહોંચી
ડેમની સપાટી મહત્તમ પહોંચવાથી માત્ર ૧૦ ઈંચ દૂર છે
વડોદરા,તા.૧૬
સરદાર સરોવર ડેમ તેની ૧૩૮.૬૮ મીટરની સંપૂર્ણ જળાશયની સપાટીએ પહોંચવાથી થોડો ઈંચ દૂર છે. મંગળવારે ડેમની જળ સપાટી ૧૩૭.૯૯ મીટરે પહોંચી ગઈ હતી, જે મહત્તમ સપાટીએ પહોંચવાથી માત્ર ૧૦ ઈંચ દૂર છે. છેલ્લા એક વર્ષમાં આ બીજી વખત છે જ્યારે ડેમમાં પાણીની સપાટી પીક લેવલે પહોંચી છે. ગયા વર્ષે ૧૫મી સપ્ટેમ્બરે, એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બરના બે દિવસ પહેલા ડેમમાં પાણીની સપાટી પીક પર પહોંચી ગઈ હતી. સરદાર સરોવર નિગમ લિમિટેડના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઉપરવાસમાં થયેલા વરસાદથી ડેમમાં પાણીની આવક ૫૫,૨૧૩ ક્યૂસેક હતી જ્યારે જાવક ૫૪,૭૦૧ ક્યૂસેક હતી. મંગળવારે સાંજે ઉપરના ભાગમાંથી પાણીની આવક ૫૫,૨૧૩ ક્યૂસેક હતી જ્યારે જાવક ૫૪,૭૦૧ હતી અને ઈલેક્ટ્રિસિટી જનરેશન માટે ૧૩,૫૦૦ પાવર બેડ નોંધાયો છે. જીજીદ્ગન્ના અધિકારીએ જણાવ્યું હતું કે, ડેમની સક્રિય સ્ટોરેજ ક્ષમતા આશરે ૫,૯૩૫ મિલિયન ક્યુબિક મીટર પર પહોંચી ગઈ છે. ૨૦૦ મેગાવોટના રિવર બેડ પાવર હાઉસનાં છ યુનિટ હાલમાં કાર્યરત છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here