કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દદર્ીઓએ તા.૧૫ ના રોજ સીધા સ્થળ પર પહોચવું દદર્ીઓએ પોતાનું ઓળખપત્ર તેમજ ડોકટરના સટર્ીફીકેટની ઝેરોક્ષ સાથે લાવવાની રહેશે
રાજકોટ, તા.૧૨
સાંસ્કૃતિક, સામાજિક અને તબીબી ક્ષેત્રમાં અગ્રેસર રહેનાર સરગમ કલબ શહેરમાં જયપુર ફૂટ કેમ્પનાં રૂપમાં વધુ એક સેવાકેન્દ્ર ચલાવી રહેલ છે. સરગમ કલબ અને એચ.પી.રાજ્યગુરૂના સંયુક્ત ઉપક્રમે ડો.પ્રવીણભાઈ એલ.રાજ્યગુરૂની પુણ્ય સ્મૃતિમાં આ મહીને તા.૧૫/૧ બુધવારથી તા.૧૭/૧ ના રોજ આ જયપુર કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દદર્ીઓએ પોતાના ફોટોવાળુ સરકાર માન્ય ઓળખપત્ર આધારકાર્ડ અને ડોકટરનું વિકલાંગ સટર્ીફીકેટની ઝેરોક્ષ સાથે લાવવાની રહેશે.
સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જણાવ્યા અનુસાર, આ કેમ્પમાં જરૂરતમંદોને વિનામૂલ્યે કૃત્રિમ પગ બેસાડવામાં આવે છે. સાથોસાથ કેલીપર્સ અને ઘોડી વગેરે વિનામૂલ્યે આપવામાં આવશે. આ કેમ્પ તા.૧૫/૧ થી ૧૭/૧ જાન્યુઆરીના રોજ યોજાશે. જેની ખાસ નોંધ લેવી. આ કેમ્પનો લાભ લેવા ઈચ્છતા લોકોને તા.૧૫/૧ ને શુક્રવારના રોજ સવારે ૮.૩૦ કલાકે સરગમ ભવન, જામટાવર રોડ, નવી કલેકટર કચેરીની બાજુમાં રાજકોટ ખાતે દદર્ીઓએ રૂબરૂ હાજર રહેવા જણાવાયું છે. આ ઉપરાંત જે લોકો અગાઉ સાધનો લઈ ગયા છે અને તેઓને રીપેરીંગ કરાવવાનુ હોઈ તેઓએ પણ તા.૧૫ ના રોજ સવારે ૮.૩૦ કલાકે રૂબરૂ આવી જવુ અને નામ નોંધાવી દેવુ.
આ કેમ્પ માટે રાજકોટની નામાંકિત વિવિધ બેંકોનો સહયોગ મળેલ છે. જીવન કોમ. કો.ઓપ.બેંક લી., રાજકોટ નાગરીક સહકારી બેંક, સીટીઝન કો.ઓપ.બેંક લી., રાજકોટ કોમ.કો.ઓપ.બેંક લી., ધી.કો.ઓપ.બેંક ઓફ રાજકોટ લી.,નો આ કેમ્પમાં સહયોગ મળેલ છે.
આ કેમ્પની સફળતા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તથા સહયોગ એચ.પી.રાજ્યગુરૂના હેતલભાઈ રાજ્યગુરૂના માર્ગદર્શન હેઠળ સરગમ સેવા કેન્દ્રના ચેરમેન અરવિંદભાઈ પટેલ અને આ કેમ્પમાં કમાણી ફાઉન્ડેશનના દીપકભાઈ કમાણી તેમજ રશ્મીભાઈ કમાણીનો સહયોગ મળેલ છે. મનીષભાઈ મારું કિશોરભાઈ પરમાર, પ્રફુલભાઈ મીરાણી, કૈલાશબેન વાળા અને કનૈયાલાલ ગજેરા તેમજ સરગમ લેડીઝ-જેન્ટ્સના કમિટી ચેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.