સરકાર દ્વારા નિયુક્ત ૩ ડિરેક્ટર સામે ભાજપના ધારાસભ્યએ સ્ટે લીધો

0
24
Share
Share

સખિયા, મેતા અને બોઘરાની સંઘમાં ડિરેક્ટર તરીકે નિમણૂક

રાજકોટ,તા.૮

રાજકોટ-લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપના બે જૂથ સામ સામે આવી ગયા હતા હવે ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ સરકારે નિયુક્ત કરેલા ત્રણ ડિરેક્ટરના નામ સામે વાંધો લઇ સહકાર સચિવ પાસેથી નિમણૂક સામે સ્ટે લીધો છે. ૨૪ સપ્ટેમ્બરે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. રાજકોટ-લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી જાહેર થયા બાદ વર્તમાન ચેરમેન નીતિન ઢાંકેચા અને ધારાસભ્ય રૈયાણી જૂથ વચ્ચે મંત્રી જયેશ રાદડિયાએ સમાધાન કરાવ્યું હતું.

સમાધાન મુજબ ૧૫ સભ્યે ચૂંટણી માટે ફોર્મ ભર્યા પરંતુ સાથે સાથે ત્રણ બેઠક પર વધારાના એક એક ફોર્મ ભરાયા હતા. આ ફોર્મમાં રૈયાણી જૂથમાંથી બે અને એક અપક્ષ તરીકે ફોર્મ ભરાયું હતું. આ ફોર્મ પરત ખેંચાય તે માટે ઢાંકેચા જૂથે કહ્યું પણ રૈયાણી જૂથે ફોર્મ પરત ખેંચવા ઇનકાર કરતા ચૂંટણી થઇ હતી અને બાદમાં ત્રણેય બેઠક પર ઢાંકેચા જૂથ વિજેતા થયું હતું. ત્રણે બેઠક ઢાંકેચા જૂથના ભાગે જતા હવે સંઘમાં ફરી ઢાંકેચા જૂથ વધુ મજબૂત થયું હોવાથી રૈયાણીએ સંઘમાં સરકાર ત્રણ સભ્યની નિમણૂક કરી તેની સામે વાંધો લીધો છે અને હાલ સહકારી સચિવ પાસેથી સ્ટે લાવ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here