સરકાર તરફથી WHOનું સ્થાનિક મિશન દેશમાં લોન્ચ કરવામાં આવશે

0
24
Share
Share

વડાપ્રધાન આત્મનિર્ભર સ્વસ્થ ભારત’ યોજના માટે ૬૪૧૮૦ કરોડ ફાળવવામાં આવ્યા

ન્યુ દિલ્હી,તા.૧

કોરોના સંકટે કેન્દ્ર સરકારને જાગ્રૃત કરી છે. એવી આશા હતી કે બજેટમાં સરકાર સ્વાસ્થ્ય સુધારા માટે મોટી જાહેર કરી શકે છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટમાં હેલ્થ સેક્ટરને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે બજેટમાં ‘ઁસ્ આત્મનિર્ભર સ્વસ્થ ભારત’ યોજનાની જાહેરાત કરી છે. આ યોજના માટે ૬૪૧૮૦ કરોડ રૂપિયાની જોગવાઈ છે.

પીએમ આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાની જાહેરાત

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં પીએમ આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે આ યોજના માટે ૬૪૧૮૦ કરોડ રૂપિયાની જોગવાઈ છે. જેને આગામી ૬ વર્ષમાં ખર્ચવાનો પ્લાન છે. આ સિવાય પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રોને મજબૂત કરવામાં આવશે.

સરકાર તરફથી WHOનું સ્થાનિક મિશન લોન્ચ કરાશે

તેની સાથે જ સરકાર તરફથી WHOનું સ્થાનિક મિશન ભારતમાં લોન્ચ કરવામાં આવશે. નાણાં મંત્રીએ જણાવ્યું કે સ્વાસ્થ્ય ક્ષેત્રના બજેટને ૧૩૭ ટકા વધારવામાં આવ્યું છે. નાણાં મંત્રીએ જણાવ્યું કે ગ્રામીણ વિસ્તારોમાં સ્વાસ્થ્ય સેવાને સારી બનાવવા માટે પ્રાઈમરીથી લઈને ઉચ્ચ સ્તર સુધીની સ્વાસ્થ્ય સેવાઓ પર બજેટમાં જાહેર કરવામાં આવેલા ફન્ડને ખર્ચવામાં આવશે. નવી બીમારીઓ પર ફોકસ કરવામાં આવશે. ૫ હજાર ગ્રામીણ હેલ્થ સેન્ટર, તમામ જિલ્લાઓમાં તપાસ કેન્દ્ર, ક્રિટિકલ કેર હોસ્પિટલ બ્લોક ૬૦૨ જિલ્લાઓમાં, નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ, ઈન્ટિગ્રેટેડ હેલ્થ ઈનફો પોર્ટલને મજબૂત બનાવવામાં આવશે.

સ્વચ્છ ભારત મિશનને આગળ વધારાશે

આ સિવાય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સ્વચ્છ ભારત મિશનને આગળ વધારવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત શહેરમાં અમૃત યોજનાને આગળ વધારવામાં આવશે. તેના માટે ૨,૮૭,૦૦૦ કરોડ રૂપિયા ઈસ્યુ કરવામાં આવશે. તેની સાથે જ નાણાં મંત્રી તરફથી મિશન પોષણ ૨.૦ની જાહેરાત કરવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here