ન્યુ દિલ્હી,તા.૩૦
ક્રિપ્ટોકરન્સી બિટકોઇન સહિતની અન્ય ક્રિપ્ટોકરન્સીનાં ટ્રેડિંગને ગેરકાદેસર બનાવવા અને તેને પ્રતિબંધિત કરવા માટે સરકાર બિલ લાવવા માટેની તૈયારી કરી રહી છે, સરકારનાં આ નવા બિલ અંતર્ગત રૂપિયાની ડિઝિટલ કરન્સી પણ લાવી રહી છે.
૨૫ જાન્યુઆરીને આરબીઆઇની એક બુકલેટમાં રૂપિયાનાં ડિઝિટલ વર્ઝનનો ઉલ્લેખ કરાયો છે, આરબીઆઇ એ શોધવાનો પ્રયત્ન કરી રહી છે કે રૂપિયાની ડિઝિટલ એડિશનથી શું ફાયદો છે અને કેટલો ઉપયોગી છે.
આરબીઆઇની બુકલેટમાં સેન્ટ્રલ ડિઝિટલ કરન્સીને પ્રોત્સાહિત કરવા માટે કામ કરી રહી છે, જો કે આ પ્રાઇવેટ કરન્સી નહીં હોય, તેમાં જણાવવામાં આવ્યું છે કે હાલનાં દિવસોમાં પ્રાઇવેટ કરન્સીની લોકપ્રિયતા વધી છે, જો કે સરકાર અને રેગ્યુલેટર્સને તેના પર ઘણી શંકા છે, તેને ચાલુ કરવાનાં લાભાલાભ અંગે પણ વિચારણા ચાલી રહી છે.
ભારતમાં ક્રિપ્ટોકરન્સી અંગે કોઇ સ્પષ્ટ ગાઇડલાઇન નથી, વર્ષ ૨૦૧૮માં સરકારે એક સર્ક્યુલર જારી કરીને તેની સાથે સંકળાયેલી લેવાઓ પર પ્રતિબંધ લગાવી દીધો હતો, ત્યાર બાદ સુપ્રિમ કોર્ટે સમગ્ર પ્રકરણ પર સુનાવણી કરીને આ સર્ક્યુલર પર રોક લગાવીને તેને માન્યતા આપી દીધી હતી.
વર્ષ ૨૦૧૯માં પણ ક્રિપ્ટોકરન્સીને પ્રતિબંધિત કરવાની માંગ કરાઇ હતી, જો કે ત્યારે સરકારે તે અંગે કોઇ બિલ સંસદમાં રજુ કર્યું ન હતું, ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિઝિટલ કરન્સી બિલ ૨૦૨૧ કેટલાક અપવાદોને બાદ કરતા ડિઝિટલ કરન્સીને પ્રોત્સાહન આપવાની મંજુરી આપશે.