સરકારે સોવરિન રેટિંગ એજન્સીઓના વિચાર પર વધુ ધ્યાન દેવાની જરૂર નથીઃ રાજન

0
34
Share
Share

ન્યુ દિલ્હી,તા.૬

રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ૬ ઓગસ્ટે જણાવ્યું હતું કે, સરકારે સોવરિન રેટિંગ એજન્સીઓના વિચારો પર જરૂર કરતા વધારે ધ્યાન દેવાની જરૂર નથી. આનાથી તે આર્થિક જરૂરિયાતોના હિસાબે નિર્ણય લેવામાં અસફળ થઇ શકે છે. રાજને ગ્લોબલ માર્કેટ્‌સ ફોરમમાં જણાવ્યું હતું કે, દેશી અને વિદેશી રોકાણકારોને પણ સમજાવવું જરૂરી છે કે કોરોના વાયરસ રોગચાળો પૂરો થશે ત્યારે સરકાર મધ્યમ ગાળામાં આર્થિક જવાબદારીના રસ્તે પછી આવશે. તેમણે કહ્યું કે, સરકારે આ ખાતરી આપવા માટે શક્ય તેટલા પ્રયાસ કરવા જોઈએ.

ભારતે કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માર્ચના અંતે વિશ્વનું સૌથી કડક લોકડાઉન લગાવ્યું હતું જે બે મહિનાથી વધુ સમય ચાલ્યું હતું. જૂનથી પ્રતિબંધોમાં ઢીલ મળ્યા બાદ કોરોનાના કેસમાં વધારો થયો છે. આના કારણે આર્થિક રિકવરી માર્યાદિત થઇ છે.

રાજને જણાવ્યું કે, સરકારે, ગરીબો અને નાના તેમજ મધ્યમ ઉદ્યોગો માટે ઘણાં રાહત કાર્યક્રમો જાહેર કર્યા છે. પરંતુ આ કાર્યક્રમોમાં વાસ્તવિક ખર્ચ ના લગભગ ૧% બરોબર જ થઇ રહ્યો છે. ઘણા લોકોનું કહેવું છે કે, રેટિંગ એજન્સીઓ દ્વારા રેટિંગ ઘટાડવાના ડરથી સરકાર રાહત પર વધુ ખર્ચ નથી કરી રહી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here