સરકારી પૈસે તમે મદરેસામાં કુરાન-એ-શરીફ ભણાવી ન શકોઃ આસામ શિક્ષણ પ્રધાન

0
18
Share
Share

આસામ,તા.૧૪

આસામના શિક્ષણ પ્રધાન હેમંત બિસ્વા સર્માએ કહ્યું હતું કે સરકારી પૈસે તમે મદરેસામાં કુરાન-એ-શરીફ ભણાવી ન શકો. કુરાન ભણાવવું હોય તો સાથોસાથ બાઇબલ અને ભગવદ્‌ ગીતા પણ સરકારે પૈસે ભણાવવાં જોઇએ.

તેમણે કહ્યું કે અમે શિક્ષણ ક્ષેત્રે એકરૂપતા લાવવા માગીએ છીએ. રાજ્ય સરકારના પૈસા ચાલતા તમામ મદરેસાને અમે નિયમિત સ્કૂલમાં પરિવર્તિત કરી નાખશું. કેટલાક કિસ્સામાં કુરાન ભણાવતા શિક્ષકોને સરકારી સ્કૂલમાં શિક્ષક બનાવી દઇશું અને કેટલાક મદરેસા બંધ કરી દેવામાં આવશે. પહેલી નવેમ્બરે અ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

હેમંતે વધુમાં કહ્યું કે કેટલાક મુસ્લિમ યુવાનો બોગસ હિન્દુ નામ રાખીને ફેસબુક પર બનાવટી એકાઉન્ટ ખોલે છે અને પછી હિન્દુ યુવતીઓને ફસાવે છે. આવાં લગ્નો લગ્ન હોતાં નથી, નરી છેતરપીંડી હોય છે. આવી દગાબાજી સામે કડક પગલાં લેવાની તૈયારી રાજ્ય સરકાર કરી રહી હતી. અમે જોઇશું કે તમામ લગ્નો બંને પક્ષે સ્વેચ્છાએ થયેલાં હોય. દગાબાજીના કેસમાં કડક પગલાં લેવામાં આવશે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here