સરકારની ગાઇલાઇન છતાં કોરોના દર્દીઓ પાસેથી નાણાં પડાવ્યા

0
21
Share
Share

અમદાવાદના ડૉક્ટર વિપુલ પટેલનું લાયસન્સ ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ

અમદાવાદ,તા.૧૨

શહેરના ડોક્ટર વિપુલ પટેલનું લાઇસન્સ ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. તેમણે સરકારી ગાઇડલાઇન છતાં પણ કોરોનાના દર્દીઓ પાસેથી રીતસરના નાણા પડાવ્યા હતા. ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા તેમનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. કોરોનાના દર્દીઓ પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા, ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.

તેમના પર કોરોનાના દર્દીઓ પાસેથી લાખો રૂપિયાની રકમ પડાવવાનો આરોપ હતો. આ વાત મેડિકલ કાઉન્સિલની તપાસમાં સાચી પુરવાર થઈ હતી. તેના લીધે તેમની સામે આ પગલાં લેવામાં આવ્યા હતા. તે ખાનગી હોસ્પિટલોમાં તેમના વતી દર્દીઓની ભરતી કરતા હતા અને તેમની પાસેથી પાંચ ગણા કરતાં પણ વધારે રકમ વસૂલતા હતા. આના પગલે અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ એસોસિયેશન (એએચએનએ)એ તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને તેના પગલે તેમની સામે તપાસ શરૂ થઈ હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here