સરકારના અણઘડ વહિવટના કારણે અનેક લોકો મોત થયા હતાઃ કોંગ્રેસ

0
20
Share
Share

ગાંધીનગર,તા.૧૩
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ફરીવાર રાજ્યની રૂપાણી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યુ હતુ કે, સરકારના અણઘડ વહિવટના કારણે અનેક લોકો મોત થયા હતા. ભાજપે માસ્ક અને સેનિટાઇઝના નામે ભ્રષ્ટચાર કર્યો છે. કોરોના વાયરસની મહામારીમાં સામાન્ય જનતાને હોસ્પિટલ દ્વારા લુટાઇ છે. તેમ છતાં સરકાર દ્વારા આવી હોસ્પિટલ વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અમિત ચાવડાએ કોરોનાની રસી અંગે નિવેદન આપતા જણાવ્યુ હતુ કે, કોંગ્રેસે પોલીયો અને અછબળા જેવી રસી લોકોને મફતમાં આપી હતી. જો સરકાર દ્વારા રસીની કિંમત લોકો પાસે વસુલવામાં આવશે તો તેનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here