સમારકામને પગલે ૧૫થી ૩૦ જાન્યુઆરી સુધી વાહનો માટે બંધ રહેશે નેહરૂબ્રિજ

0
18
Share
Share

અમદાવાદ,તા.૧૨
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દ્વારા વર્ષ ૧૯૬૨માં બનેલા સાબરમતી નદી પરના નહેરુ બ્રિજના રિપેરિંગ માટેની તૈયારીઓ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. નહેરુબ્રિજના નિર્માણને આશરે ૫૮ વર્ષ થઈ ચૂક્યાં હોઇ તે અમુક અંશે ભયજનક બન્યો છે. બ્રિજ પર વાહનચાલકોને મુશ્કેલી સર્જે તેવી તિરાડ પડી હોઇ તેના પિલરની બેરિંગ પણ ત્રાંસી થઇ ગઇ છે. તેના રીપોરીંગનું કામ શરૂ કરવાનું હોવાથી આ બ્રિજ ૧૫ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરનો આ બ્રિજ ૧૫થી ૩૦ જાન્યુઆરી સુધી વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવશે. નેહરૂબ્રિજ સમારકામ અને મેટ્રોની કામગીરીના લીધે બંધ રહેશે.
જેથી વાહનચાલકોને મોટી મુશ્કેલી પડી શકે તેમ છે. નેહરૂબ્રિજ પરથી પસાર થતાં લોકોને લૉ ગાર્ડન તરફ વૈકલ્પિક રૂટ આપવામાં આવ્યો છે. આ રૂટ રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી રહેશે રૂટ બંધઅમદાવાદ મ્યુનિ. ઇજનેર બ્રિજ પ્રોજેક્ટ દ્વારા નહેરુબ્રિજના રિપેરિંગ માટે આશરે રૂપિયા ૨.૫૪ કરોડનું ટેન્ડર પણ તૈયાર કરાયું છે.અમદાવાદના રાજમાર્ગ ગણાતા પશ્ચિમ તરફના આશ્રમરોડને પૂર્વ તરફના સરદારબાગ સહિત કાલુપુર, મીરજાપુરને જોડનાર નહેરુબ્રિજ નદી પરના વાહન વ્યવહારની દૃષ્ટિએ સૌથી મહત્ત્વનો બ્રિજ છે. અમદાવાદમાં પાલડીના કલગી ચાર રસ્તાથી નવચેતન સ્કૂલ ચાર રસ્તા સુધીનો રસ્તો ઓગસ્ટ ૨૦૨૨ સુધી બંધ રહેશે.
મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી અંતર્ગત શહેરના પાલડીના જલારામ મંદિર રેલવે ક્રોસિંગ ખાતે અંડરપાસ બનાવવાની કામગીરી શરૂ કરવાની છે. જેથી ૧૨ જાન્યુઆરીથી ૩૧ ઓગસ્ટ ૨૦૨૨ સુધી કલગી ચાર રસ્તાથી નવચેતન સ્કૂલ ચાર રસ્તા પહેલા કચ્છી જૈન સેવા સમાજ ટ્રસ્ટની સામેના ભાગ સુધીનો રસ્તો બેરિકેટિંગ કરીને બંધ કરાશે. માત્ર આસપાસની સોસાયટીના લોકો અવરજવર કરી શકે તે માટે ત્રણ મીટરનો રસ્તો છોડીને બાકીનો રસ્તો બંધ કરવાનો પોલીસ કમિશ્નરે હૂકમ કર્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here