સમરસ હોસ્ટેલમાં ક્વોરન્ટીન લોકોને હલકી કક્ષાનું જમવાનું પીરસાઈ છે, વિડીયો વાયરલ

0
22
Share
Share

રાજકોટ,તા.૦૩

રાજકોટમાં કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને સમરસ હોસ્ટેલમાં ક્વોરન્ટીન કરવામાં આવે છે. અહીં જમવાનું હલકી કક્ષાનું આવતું હોવાનો વીડિયો વાઈરલ થયા છે. ક્વોરન્ટીન થયેલા લોકોએ જ આ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યા છે. જેમાં હલકી કક્ષાનું જમવાનું પીરસાતું હોવાથી લોકો જમ્યા વગર થાળી કચરામાં ફેંકી દે છે. તેમજ હોસ્ટલમાં પીવાના પાણીની પણ સારી વ્યવસ્થા ન હોવાનો વીડિયોમાં લોકો આક્ષેપ કરી રહ્યા છે. અગાઉ પણ કોરોનાના દર્દીઓને જમવાનું સારૂ ન અપતું હાવોનો વીડિયો વાઈરલ થયો હતો.

વીડિયોમાં એક વ્યક્તિ આક્ષેપ કરે છે કે, દર્દીઓ જમવાની થાળી ફેંકી દે છે. જમવાનું સાવ થર્ડ ક્લાસ આવે છે. બીજી એક વ્યક્તિ જણાવે છે કે, જમવામાં અહીં બહુ મોટી તકલીફ છે. રોટલી આવે છે પણ બે હાથે ખેંચીને તોડવી પડે છે અને ગળે ઉતરતી નથી. શૌચાલયોમાં ખૂબ જ વાસ આવે છે. અહીં કોઈ સાફ સફાઈ રાખવામાં આવતી નથી. કોરોના દર્દીને જો આ રીતે રાખવામાં આવતા હોય તો કોરોના પછી ક્યાંથી જશે.

એક યુવાન જણાવે છે કે, મને પેટની તકલીફ હતી અને હું સિવિલમાં ગયો તો મને કોરોનામાં લઈ લીધો છે. અહીં જમવાની બહુ મોટી તકલીફ છે. મને બીજી કોઈ તકલીફ નથી અને એકદમ નોર્મલ છું. જમવા બાબતે સરકાર સારામાં સારી વ્યવસ્થા કરે તેવી માંગ છે. અહીં રહેતા બધા લોકો બોલવામાં ડરે છે. ગીજર પ્લાન્ટ પણ તૂટેલો છે અને ગરમ પાણી નીચે પડે છે. જમવાનું સાવ ખરાબ આવે છે અને સારવારના નામે પણ ઝીરો છે. એક વ્યક્તિ કહે છે કે છેલ્લા બે દિવસથી હું જમતો જ નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here