સમરસ કોવિડ કેર સેન્ટરમાં રંગોળી દોરી દિવાળી પર્વ ઉજવતા આરોગ્યકર્મી

0
15
Share
Share

દિવાળીની ઉજવણી થકી દર્દીઓના જીવનમાં

પણ ખુશીઓના રંગ પૂરતા ડો.ગૌરવ ગોહિલ

રાજકોટ, તા. ૨૧

ઉત્સવોની ઉલ્લાસભેર ઉજવણી કરીને ખુશીઓ પ્રસરાવવી એ આપણી સંસ્કૃતિ છે. સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે ફરજ બજાવતા ડો. ગૌરવ ગોહિલે આ વાતને બખૂબી જીવી જાણી છે. કોરોનાની વિષમ પરિસ્થિતિમાં પણ દર્દીઓના ચહેરા પર ખુશીઓ ફેલાવવાના પ્રયાસરૂપે ડો. ગોહિલે સમરસ કોવિડ

કેર સેન્ટર ખાતે સુંદર રંગોળી દોરી દીપાવલી પર્વની ઉલલાસભેર ઉજવણી કરી હતી. ડો. ગોહિલે જણાવ્યું હતું કે, ન દિવાળી પર્વમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના ચહેરા પર ખુશીઓ લઈ આવવી એ જ મારે મન દિવાળીની ઉજવણીહતી. તેથી મેં સમરસ કોવિડ કેર સેન્ટરનાં પ્રાંગણમાં કોરોનાને મ્હાત આપતાં દેવીની રંગોળી દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓનાં જીવનમાં પણ ખુશીઓ લઈ

આવવાનો પ્રયાસ કર્યો હતો. અહીં દાખલ ૭૩ દર્દીઓ દિવાળીમાં પોતાનાં પરિવારથી દૂર છે તેવું ન અનુભવે તે માટે દરેક આરોગ્યકર્મી દ્વારા તેમની પૂરતી સાર-સંભાળ રાખવાનો પ્રયાસો પણ કરવામાં આવ્યા હતાં.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here