સમયસર સ્તનની તપાસ જરૂરી

0
22
Share
Share
સ્થુળતા પણ સ્તન કેન્સર માટે જવાબદાર હોઇ શકે છે જેથી….
સ્તન કેન્સરની વધતી જતી બિમારી વચ્ચે એક્ટિવ જીવનશૈલી ખુબ જરૂરી છે : અંતિમ તબક્કામાં રોગની સારવાર શક્ય બનતી નથી
અમારા દેશમાં સ્તન કેન્સરના રોગીની સંખ્યા સતત વધી રહી છે. ચિંતાજનક બાબત એ છે કે ભારતમાં સ્તન કેન્સર પ્રત્યે લાપરવાહી વધારે જોવા મળે છે. લાપરવાહીના કારણે જ મહિલાઓમાં સ્તન કેન્સરની જાણ એ વખતે થાય છે જ્યારે રોગ તેના સ્વરૂપને ખુબ વધારી લે છે અને અંતિમ તબક્કામાં તેની સારવાર શક્ય બનતી નથી. ભારત, ચીન અને અમેરિકામાં સ્તન કેન્સરના આંકડા સૌથી વધારે છે. આ દેશોમાં પિડિત મહિલાઓની સંખ્યા વધારે જોવા મળી રહી છે. આ દેશોમાં પિડિત મહિલાઓની સંખ્યા વિશ્વની કુલ સ્તન કેન્સરગ્રસ્ત મહિલાઓની તુલનામાં એક તૃતિયાશ જેટલી છે. પ્રાથમિક રીતે જોવામાં આવે તો મહિલાઓ પોતાના સ્તનના આરોગ્યને લઇને સાવધાન રહેતી નથી. જો કે નિષ્ણાંતોના કહેવા મુજબ સ્તનને લઇને સાવધાની જરૂરી છે. જો આ રોગ અંગે પ્રાથમિકરીતે જાણ થઇ જાય તો સારવારની  સ્થિતીમાં અનેક મહિલાઓને બચાવી શકાય છે. મહિલાઓને સમય સમય પર મેમોગ્રામ કરવી લેવા જોઇએ. જેથી રોગ અંગે શરૂઆતમાં જાણ થઇ શકે છે. મહિલાઓમાં સ્તન કેન્સરની માહિતી છેલ્લા તબક્કામાં જઇને લાગે છે. આ સ્તર પર તેની સારવાર ખુબ મુશ્કેલ બની જાય છે. આ તમામની પાછળ કારણ તપાસમાં વિલંબ છે. કેન્સરમુક્ત જીવન માટે પ્રથમ અને મહત્વપૂર્ણ પગલુ  સમયસર અને વહેલી તકેનજીકના એન્કોલોજીસ્ટનો સપર્ક કરી લેવામાં આવે. મોટી વયની મહિલાઓમાં આ રોગ થવાનો ખતરો વધારે રહે છે. મતલબ એ નથી કે ૨૦થી ૩૦ વર્ષની વયની યુવતિ ઓ અને મહિલાઓમાં આ રોગ થતો નથી. કેટલાક કેસમાં આવી વયમાં પણ સ્તન કેન્સરના લક્ષણ જોવા મળી ચુક્યા છે. મોટી વયમાં બાળકોના જન્મ જોખમી પરિબળ તરીકે છે. આ જ ખતરાના કારણે કેટલીક મહિલાઓ પોતાના બાળકોને પણ સ્તન પાન કરાવતી નથી. એક્ટિવ જીવનશૈલી કેન્સરમુક્ત જીવન માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે શહેરી ભારતમાં મહિલાઓમાં સ્તન કેન્સરના કેસ સૌથી વધારે છે. મહિલાઓને અસર કરતા કેન્સરોમાં સ્તન કેન્સરનું પ્રમાણ વધારે છે અને આ બનાવ અને કેસોની સંખ્યા ગ્રામીણ વસ્તીમાં સતત વધી રહી છે જે ચિંતા ઉપજાવે છે. આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે કે સ્તન કેન્સર તેમની લાઈફ સ્ટાઈલ દરમિયાન આઠ મહિલાઓ પૈકી એકને અસર કરે છે. આ એક એવો રોગ છે જે ૫૦ વર્ષથી વધુની વય બાદ મહિલાઓને અસર કરી જાય છે પરંતુ નાની વયની મહિલાઓમાં પણ તેની અસર થઈ શકે છે. સ્તન કેન્સરના ખૂબ જ સામાન્ય લક્ષણો છે જેથી દર્દી સાવધાન થઈ શકે છે. સ્તન કેન્સરના લક્ષણોને વહેલી તકે ઓળખી કાઢીને તેની સારવાર શક્ય બને છે.સ્તન કેન્સરને લઈને ઘણી બધી માન્યતાઓ પ્રવર્તે છે. સપ્તાહમાં ત્રણ વખત ૩૦ મિનિટ સુધી કસરત કરવાથી ફાયદો મળે છે. સાથે સાથે વજનને નિયંત્રિત રાખવાની બાબત ઉપર ઉપયોગી સાબિત થઈ શકે છે. ફેટને નિયંત્રિત કરતી ચીજવસ્તુઓ ખાવવાની સલાહ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત તમાકુ સાથે સંબંધિત કોઈ પણ વસ્તુ નહીં ખાવાની પણ સલાહ આપી છે. શરાબનું સેવન પણ નિયમિત માત્રામાં કરવાની સલાહ આપવામાં આવ્યું છે. શક્ય હોય ત્યાં સુધી તબાણ મુક્ત જીવન જીવવાથી ફાયદો થાય છે. ગ્રામીણ ભારતમાં મહિલાઓને અસર કરી રહેલા કેન્સર પૈકીના સૌથી ખતરારૂપ સ્તન કેન્સરના કેસ વધી રહ્યા છે. સ્તન કેન્સરના મેનેજમેન્ટના પાસાંઓમાં પ્રગતિ થઈ છે. હવે આધુનિક સમયમાં કેન્સરની સારવાર પણ શક્ય બની છે. એમઆરઆઈ સ્કેન અને હાઈ રિઝર્વેશનવાળા ડીઝીટલ મેમોગ્રાફીની મદદથી સ્તન કેન્સરના વહેલી તકે લક્ષણ જોવા મળે છે. અમે જાણીએ છીએ કે સ્તન કેન્સરની સારવાર હવે વધુ ગંભીર રહી નથી. ટ્યુમરને વહેલી તકે ઓળખી કાઢીને સારવાર શરૂ કરવામાં આવે છે. હાઈ એન્ડ રેડિયેશન થેરાપી મશીનથી પણ હવે સારવાર આપવામાં આવે છે. સ્તન કેન્સરની સારવાર લાંબાગાળે યાદશક્તિ ઉપર માઠી અસર કરે છે. નિષ્ણાંતોએ ધડાકો કર્યો છે કે સ્તન કેન્સરની સારવાર કરાવી ચૂકેલી મહિલાઓ લાંબાગાળે ચોક્કસ પ્રકારની માનસિક તકલીફનો સામનો કરે છે. સારવાર દરમિયાન રેડિએશન અથવા કેમોથેરાપી પ્લસ રેડિએશનની સારવાર લેનાર મહિલાઓમાં પણ આ તકલીફ રહે છે. અગાઉના સંશોધનમાં એવું સૂચન કરવામાં આવ્યું હતું કે કેમોથેરાપીના કારણે યાદશક્તિ અને ધ્યાનશક્તિ ઉપર અસર થાય છે. જુદા જુદા કેન્સરની સારવાર પણ જુદી જુદી રહે છે. ટામ્પામાં મોફિટ કેન્સર સેન્ટ્રર એન્ડ રિચર્સ ઇન્સ્ટીટ્યુટના તબીબે કહ્યું છે કે અભ્યાસના તારણો આપતી વેળા ૬૨ જેટલા સ્તન કેન્સર જેટલા દર્દીઓની ચકાસણી કરવામાં આવી હતી. કેમોથેરાપી પ્લસ રેડિએશન અને માત્ર રેડિએશનની સારવાર લેનાર દર્દીઓની ચકાસણી કરવામાં આવી હતી. ૧૮૪ મહિલાઓની બાબતમાં પણ ધ્યાન આપવામાં આવ્યું હતું. કેન્સરનો કોઈ ઇતિહાસ નહીં ધરાવનાર મહિલાઓની પણ ચકાસણી કરવામાં આવી હતી.
નવી ગોળી ટ્યુમરની બત્તી સળગાવે છે….
નવી ક્રાન્તિકારા દવાની શોધ કરાઇ
કેન્સરના રોગના ઇલાજ માટે વૈજ્ઞાનિકો નવી નવી શોધ અને દવા તૈયાર કરવામાં લાગેલા છે. હવે વૈજ્ઞાનિકોએ એક એવી દવા તૈયાર કરી છે જે સ્તન કેન્સરની સારવારને વધારે સરળ બનાવે છે. સાથે સાથે તેને પ્રભાવી બનાવી દે છે. આ દવા કેન્સરયુક્ત ટ્યુમરને રોશન કરીને તેની ઓળખને સરળ બનાવી દે છે. વર્તમાન તબીબી વ્યવસ્થામાં મેમોગ્રામથી સ્તનમાં કોઇ ગાઠ અંગે માહિતી મળે છે પરંતુ તે સામાન્ય છે કે કેન્સરગ્રસ્ત છે તેની માહિતી મળી શકતી નથી. આવી સ્થિતીમાં તબીબોને પણ મુશ્કેલી થાય છે. નવી દવા ક્રાન્તિકારી સાબિત થઇ શકે છે.
Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here