સમગ્ર વિશ્વમાં કોરોનાના ૯૩ લાખ કેસો

0
11
Share
Share

મોતનો આંકડો વધીને ૪૭૯૮૮૦ સુધી પહોંચ્યો

વિશ્વના ૨૧૩ દેશોમાં કોરોના વાયરસનો આતંક યથાવત

નવી દિલ્હી,તા. ૨૪

કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વમાં ભારે આતંક જારી છે. વિશ્વના ૨૧૩ દેશોમાં હાહાકાર મચેલો છે. કોરોનાના કેસોની સંખ્યા વધીને ૯૩૫૯૮૧૮ સુધી પહોંચી ગઇ છે. આવી જ રીતે મોતનો આંકડો ૪૭૯૮૮૦ સુધી પહોંચી ગઇ છે. રિક્વર થયેલા લોકોની સંખ્યા ૫૦૪૬૩૧૪ સુધી પહોંચી ગઇ છે. આવી જ રીતે એક્ટિવ કેસોની સંખ્યા ૩૮૩૩૬૨૪ સુધી પહોંચી ગઇ છે. આવી જ રીતે વિશ્વમાં ગંભીર રહેલા દર્દીઓની સંખ્યા ૫૮૦૧૩ સુધી પહોંચી ગઇ છે. ક્લોઝ કરવામાં આવેલા કેસોની સંખ્યા ૫૫૨૬૧૯૪ સુધી પહોંચી ગઇ છે. અમેરિકામાં કેસોની સંખ્યા ૨૪૨૪૪૯૨ સુધી પહોંચી ગઇ છે. મોતનો આંકડો વધીને ૧૨૩૪૭૬ સુધી પહોંચી ગયો છે. બ્રાઝિલમાં પણ કેસોની સંખ્યા વધીને ૧૧૫૧૪૭૯ સુધી પહોંચી ગઇ છે. ભારત સહિતના દેશોમાં અનલોકની શરૂઆત કરવામાં આવી ચુકી છે. આવી સ્થિતીમાં કેસોમાં વિસ્ફોટ જારી છે.ચીનના વુહાન ખાતેથી કોરોના વાયરસની શરૂઆત થયા બાદ તમામ જગ્યાએ આતંક છે. ચીનમાં  કોરોના કેસો પર હવે અંકુશ છે પરંતુ અન્ય દેશોમાં હાલત સતત ખરાબ થઇ રહીછે. વાયરસને લઇને સ્થિતી સામાન્ય બને તેવી શક્યતા નહીંવત છે.  કોરોના વાયરસના કેસોને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. કોરોનાની વધતી જતા ગ્રાફ વચ્ચે દુનિયાના દેશો હવે સ્થિતીને સામાન્ય બનાવવા માટે આગળ આવી રહ્યા છે. વિશ્વના દેશોમાં સૌથી વધારે કેસો અમેરિકામાં રહેલા છે.  હજુ સ્થિતી ગંભીર બનવાના સંકેત દેખાઇ રહ્યા છે.  કોરોનાના કારણે ગંભીર રહેલા દર્દીઓની બચવાની શક્યતા ઓછી છે.રશિયાની સાથે સ્પેન, બ્રાઝિલ, ફ્રાન્સ, જર્મની સૌથી પ્રભાવિત દેશોની યાદીમાં સામેલ છે. સૌથી વધારે અસરગ્રસ્ત દેશોમાં સ્પેન, બ્રાઝિલ, ભારતનો  સમાવેશ થાય છે.  બ્રાઝિલ અને અમેરિકામાં હાહાકાર વધારે છે. બંને દેશોમાં કોરોનાના કારણે છેલ્લા ૨૪ કલાકમાં એક હજારથી વધારેના મોત થયા છે.વિશ્વના ૨૧૩ દેશોમાં આતંક યથાવત રીતે જારી છે.કોરોના વાયરસને કાબુમાં લેવા માટે યુદ્ધના ધોરણે અમેરિકા સહિતના દેશ પગલા લઇ રહ્યા છે પરંતુ તેના ફેલાવાને રોકવામાં સફળતા મળી રહી નથી. અમેરિકા જેવા દેશો પણ લાચાર દેખાઇ રહ્યા છે. વિશ્વના દેશો હજુ કોરોનાથી પરેશાન છે. વિશ્વના દેશોમાં હાલમાં કોઇ રાહત મળે તેવી કોઇ શક્યતા દેખાઇ રહી નથી. ભારત હવે પ્રભાવિત દેશોની યાદીમાં ઝડપથી આગળ વધતા ભારત સરકાર ચિંતાતુર દેખાઇ રહી છે.  ે ભારત ટુંક સમયમાં જ દુનિયામાં સૌથી પ્રભાવિત દેશોની યાદીમાં પ્રથમ સ્થાન પર પહોંચી જશે.

 

સૌથી વધુ પ્રભાવિત…..

અમેરિકામાં ૨૪૨૪૪૯૨  કેસો છે અને ૧૨૩૪૭૬મોત થઇ ચુક્યા છે

બ્રાઝિલમા ૧૧૫૧૪૭૯ કેસો છે ૫૨૭૭૧લોકોના મોત

રશિયામાં  ૫૯૯૭૦૫ કેસો છે અને ૮૩૫૯ મોત થયા

ભારતમાં ૪૫૬૫૫૨ છે અને ૧૪૪૮૩ લોકોના મોત

બ્રિટનમાં ૩૦૬૨૧૦ કેસો છે અને ૪૨૯૨૭ મોત થયા

સ્પેનમાં ૨૯૩૮૩૨  કેસો છે અને ૨૮૩૨૫લોકોના મોત

પેરુમાં ૨૬૦૮૧૦  કેસો છે અને ૮૪૦૪લોકોના મોત

ઇટાલીમાં ૨૩૮૪૯૯  કેસો છે અને ૩૪૬૩૪ લોકોના મોત

ઇરાનમાં ૨૦૪૯૫૨ કેસો છે અને ૯૬૨૩ લોકોના મોત

જર્મનીમાં ૧૯૧૫૭૫ કેસો છે અને ૮૯૬૩ લોકોના મોત

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here