સમગ્ર દેશ હાલમાં ખેડુતોની સાથે છે

0
26
Share
Share

ઓદ્યોગિક એકમો અને અન્ય તમામ સંસ્થાઓ પોતાના હિસ્સાને મેળવી લેવા માટે રાહ જોઇ શકે છે પરંતુ ખેતી રાહ જોઇ શકે તેમ નથી. કોરોના વાયરસના કહેર અને આર્થિક ખરાબ હાલતાના કારણે તમામ લોકો અને દેશો હાલમાં બેચેન દેખાઇ રહ્યા છે. જો કે સૌથી વધારે ડર ગ્રામીણ ક્ષેત્રોમાં છે. દેશના ખેડુતો અને ખેતિહાર મજદુરોની નજર સરકાર પર છે. તેઓ એવી આશામાં બેઠા છે ક સરકાર ગ્રામીણ ક્ષેત્રને કોરોનાથી બચાવશે અને સાથે સાથે તેની કારણે ગ્રામીણ અર્થવ્યવસ્થાને જે નુકસાન થયુ છે તેનાથી પણ બચાવી લેશે.દેશની આર્થિક સ્થિતીની સમીક્ષા કરવામાં આવે તો કહી શકાય છે કે કોરોના વાયરસ આવ્યો તે પહેલા  પણ ખરાબ હતી. છેલ્લા ૧૧ વર્ષના ગાળામાં સ્થાનિક ઉત્પાદન વૃદ્ધિ દર સૌથી ઓછો રહ્યો છે. ખેતીમાં વિકાસ દર છેલ્લા ચાર વર્ષમાં સૌથી ઓછો રહ્યો છે. દેશમાં જ્યારથી લોકડાઉન થયુ છે ત્યારથી જ ખેડુતોને રવિ પાકની કાપણી અને વેચાણને લઇને ચિંતા સતાવી રહી છે. શેરડીના પાકના વેચાણ અને ચુકવણી તેમજ બટાકાના પાકના ઉપાડને લઇને પણ ચિંતા છે. તમામ જાણકાર નિષ્ણાંતો સારી રીતે જાણે છે ે શેરડી પાક સમય પર કપાશે નહીં તો અનાજ, જુવાર, મકાઇ, શેરડી, સોયાબિન બાજરી, મગફળી સહિતના પાક માટે વાવણી સમયસર શરૂ કરી શકાશે નહીં. દુધ ઉત્પાદન કરનાર કરનાર ખેડુતો પણ ખુબ સારી રીતે પરેશાન છે. જે શાકભાજી અને ફળફળાદી ખરાબ તઇ જાય છે તેમને ઉગાડી દેનાર ખેડુતો બરબાદ થઇ જાય છે. ખેડુતોને કોઇ નુકસાન ન થાય તે દિશામાં ધ્યાન આપવાની જરૂર છે. રવિ પાક પાકી ગઇ છે. લોકડાઉનના કારણે ખેડુતો પોતાના પાકને કાપવા અને વેચવા માટે અસમર્થ છે. જો કે  ખેડુતોની લગતી તમામ ગતિવિધીઓને મંજુરી આપી દેવામા આવી છે. સરકારે આ બાબતની નોંધ લઇને ખેડુતોના સાધનોની રિપેરિંગની મંજુરી આપી દીધી છે. લોકડાઉનને દુર કરવામાં આવ્યા બાદ પણ કોરોનાનો ખતરો તો રહેશે જ. જેથી લોકોને સામાજિક અંતર જાળવી રાખીને આગળ વધવાની જરૂર છે. ખેડુતો માટે ચોક્કસ સમય નક્કી કરવાની જરૂર છે. ખરીદી કેન્દ્રો અને વેચાણ કેન્દ્રો પર જવા માટે કેટલીક શરતો રહે તે જરૂરી છે. ડીઝલની કિંમતમાં ઘટાડો કરીને ખેડુતોને રાહત આપી શકાય છે.ક્રુડ ઓઇલની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં નીચે આવી ગયા છે જેથી ખેડુતોને ડીઝલની કિંમતમાં રાહત આપી શકાય છે. તે પોતાના માટે કોઇ પણ પેટ્રોલ અને ડીઝલ પંપથી તેલ લઇ શકે તેવી વ્યવસ્થાની ખાતરી કરવામાં આવે તે જરૂરી છે. ખેતિહારી મજદુરોની સમસ્યાને પણ દુર કરવાની તાકીદની જરૂર છે. સરકાર હાલમાં કટોકટીના સમયમાં જો ગ્રામીણ ક્ષેત્ર માટે સારી યોજના બનાવશે નહીં તો દેશમાં ખરીફ પાકના ઉત્પાદનમાં ઘટાડો થઇ શકે છે. બીજી બાજુ સરકારે કૃષિ ક્ષેત્રને કેટલીક રાહતો ચોક્કસપણે આપી છે. જો કે આ તમામ યોજનાનો લાભ દરેક ખેડુતને મળે છે કે કેમ તે બાબત પણ તમામ માટે ઉપયોગી રહેલી છે મોદી સરકાર ખુબ સાવધાની પૂર્વક કોરોના કાળમાં વધી છે. .સરકારે ખેડુત સાથે સંબંધિત તમામ પ્રવૃતિને લીલીઝંડી આપીને ગ્રામીણ વિસ્તારની આર્થિક ગતિવિધીને વધારી દીધી છે. હજુ ગંભીર રીતે અસરગ્રસ્ત રહેલા દર્દીઓની સંખ્યા હજારોમાં રહેલી છે. આવી સ્થિતીમાં દુનિયાના દેશમાં રિક્વરીમાં સમય લાગી શકે છે. કોરોના કહેર ક્યારે રોકાશે તે અંગે  હાલમાં વાત કરવી ખુબ મુશ્કેલ છે. કારણ કે હાલમાં તો કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. નવા નવા કેસો ખુલી રહ્યા છે.

નવા વિસ્તારો પણ સકંજામાં આવી રહ્યા છે. અમેરિકા, ઇટાલી, સ્પેન સહિતના દેશોમાં સ્થિતી વણસી ગઇ છે. જેથી તેની સાથે રહેવામાં આવે તે સમયની માંગ છે. ભારતમાં કોરોનાની વધતી સંખ્યા વચ્ચે હવે આર્થિક ગતિવિધીઓ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં સ્થિતી  વધારે સામાન્ય બની શકે છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here