સફળતા સુધી સરળતાથી પહોંચી શકાય

0
21
Share
Share

પોતાની સાથે કઠોરતા અપનાવીને આગળ વધવામાં આવે તે જરૂરી…
જો તમે જીવનમાં સફળ થવા માંગો છો તોજીવનને સરળ બનાવવાની જરૂર પડશે : સરળતા-સહેજતાથી જ સફળ થઇ શકાય છે
આધુનિક સમયમાં સફળ થવા માટે તમામ લોકો ૨૪ કલાક સુધી ભાગતા નજેર પડે છે. ગળા કાપ સ્પર્ધાના સમયમાં સફળતા હાંસલ કરવા માટે વ્યક્તિ તમામ પ્રયાસો કરે છે. જાણકાર નિષ્ણાંતો અને મોટી સફળતા હાંસલ કરી ચુકેલા લોકોનુ કહેવુ છે કે સરળતાથી સફળતા સુધી પહોંચી શકાય છે. પરંતુ આના માટે કેટલાક નક્કર પગલા લેવા પડશે. સાથે સાથે શિસ્તની બાબત પણ સૌથી મહત્વપૂર્ણ છે. જો જીવનમાં સફળતા મેળવવા કોઇ વ્યક્તિ ઇચ્છે છે તો તે વ્યક્તિને જીવનને સરળ બનાવી દેવુ પડશે. સરળતા અને સહેજતાથી જીવનમાં સફળ થઇ શકાય છે. જીવન અમને તમામને આ તક આપે છે કે અમે પોતાને અજમાવીને આગળ વધીએ તથા સફળતા હાંસલ કરીએ. છતાં ખુબ ઓછા એવા લોકો છે જે સફળતા હાંસલ કરી શકે છે. હકીકતમાં જીવનમાં સફળ થવાની બાબત એટલી જ સરળ છે જેટલી કોઇ બાળક માટે કોઇ નવી ચીજ શિખવા માટેની હોય છે. એટલે કે જો અમે કેટલાક જરૂરી અભ્યાસ અને તરીકાને લાઇફમાં સામેલ કરી લઇશુ તો સફળતા ચોક્કસપણે મળી જશે. આના કારણે કોઇ પણ ક્ષેત્રમાં સફળતા હાંસલ કરી શકાય છે. સફળતા અમારી જિન્દગીના મહત્વપૂરણ હિસ્સા તરીકે રહી શકે છે. સરળ રસ્તાથી માત્ર મંજિલ મળી શકે છે પોતાની ઓળખ મળી શકી નથી. જો અમે પોતાને સરળ રસ્તા પર ચાલવાની ટેવ પાડી ચુક્યા છીએ તો આ બાબત તો નક્કી છે કે સફળતા આડે સૌથી મોટી સમસ્યા અમે પોતે છીએ. આના માટે અમને કેટલાક નિયમો તો ચોક્કસપણે બનાવવા જ પડશે. જેમ કે સવારે વહેલી તકે ઉઠી જવાની બાબત ખુબ જ જરૂરી છે. રોજ શારરિક કસરત અને ધ્યાન કરવાની બાબત પણ જરૂરી બની છે. દરરોજ વાંચન, નક્કી કરવામાં આવેલા કામને નક્કી સમયમાં પુૂર્ણ કરવાની ટેવ વિકસિત કરવાની જરૂર છે. સમય મુજબ તમામ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે તે જરૂરી છે. આ તમામ નિયમો દેખાવવામાં નાના લાગે છે પરંતુ મોટા ભાગના લોકો તો આ ટેવને પાડવામાં પણ સફળ રહેતા નથી. જો અમે પોતાને જ ઓળખવા માંગીએ છીએ તો પોતાને નવા નવા પડકારો આપવા પડશે. આવી સ્થિતીમાં જરૂરી કસોટી થઇ શકે છે.જાણકાર લોકો કહે છે કે વિચાર મોટા રાખવામાં આવે અને કામ નાના પાયે કરવામાં આવે તે પણ જરૂરી છે. સતત કામ કરતા રહેવાથી સફળતા મળે છે. કોઇ પણ લક્ષ્યને હાંસલ કરવા માટે આ નિયમ અતિ જરૂરી છે. અમે તમામ લોકો પોતાના નવા કામ અથવા તો કેટલાક ખાસ કરવાની વાત કરીએ છીએ. તેના પર કામ કરવાની શરૂઆત પણ કરી દઇએ છીએ. જો કે આ કામમાં આગળ વધ્યા બાદ સતત કામ જારી રાખી શકતા નથી. કારણ એ છે કે કેટલાક સમય બાદ અમારા વિચાર બદલાઇ જાય છે અથવા તો શરૂઆતમાં ઇચ્છિત પરિણામ હાંસલ થતા નથી. યોગ્ય સમય અને વાતાવરણ પણ કેટલાક કેસમાં અનુકુળ નથી. દુનિયામાં પોતાની મોટી વિચારધારાની દિશામાં કામ કરનાર લોકો ખુબ ઓછા રહ્યા છે. આ જ કારણ છે કે શ્રેષ્ઠ અને સફળ લોકોની સંખ્યા પણ ઓછી રહે છે. એક સારી શરૂઆતનો અર્થ એ નથી કે તમે સફળ થઇ ગયા. આવી જ રીતે એક ખરાબ શરૂઆતનો અર્થ પણ એ નથી કે તમે ફ્લોપ અથવા તો નિષ્ફળ થઇ ગયા છો. અમે વારંવાર અને સતત જોતા રહીએ છીએ કે એક માસુમ બાળક કેટલાક નવા કામ કરતી વેળા ે સતત પ્રયાસ કરે છે. પરિણામ સારા આવતા નથી અને તે સફળ રહેતો નથી પરંતુ તે સતત પ્રયાસ કરતો રહે છે. તે રોકાઇ જતો નથી. સફળતાની સાથે સાથે ખુશ રહેવા માટે સૌથી જરૂરી છે કે અમે દરેક સ્થિતીમાં સહેજ રહીએ. પરિણામ કેવા પણ મળે છતાં સહેજ રહેવામાં આવે તે જરૂરી છે. જો પરિણામ સારા મળી રહ્યા નથી તો પ્રશ્નો કરીએ. દુનિયામાં ચાર પ્રકારના લોકો હોય છે. પહેલા લોકો એવા છે જે ભુલ કરવાના ડરથી કઇ કરતા જ નથી. બીજા એવા લોકો હોય છે જે ભુલો કરે છે પરંતુ ભુલોથી કોઇ બોધપાઠ લેતા નથી. ત્રીજા લોકો એવા હોય છે ભુલો કરે છે અને તેનાથી શિખીને આગળ વધે છે. પોતાનામાં સુધારો કરે છે. ચોથા લોકો એવા હોય છે જે પોતાની ભુલોથી શિખવાની સાથે સાથે બીજાની ભુલોથી પણ બોધપાઠ લઇને આગળ વધે છે. આજના સમયમાં અમે જો અંતિમ શ્રેણી અથવા તો ચોથી વ્યક્તિની જેમ જ બનીને આગળ વધીશુ તો જ સફળતા સુધી પહોંચી શકાશે. અમને દરકે અનુભવમાંથી શિખીને પોતાને ચકાસીને આગળ વધવાની જરૂર પડશે. જો તમે શિખવા માટે તૈયાર છો તો દરેક અવસર સફળતાની દિશામાં એક પગલુ છે. કેટલાક પ્રશ્નો છે જે હમેંશા પોતાને કરી શકાય છે. આ અવસર અથવા તો વ્યક્તિ પાસેથી શુ શિખી શકાય છે આજે હુ નવુ શુ શિખી રહ્યો છુ આ નવા બોધપાઠને કઇ રીતે અમલી કરવામાં આવે આ તમામ પ્રશ્નો વ્યક્તિને પોતાને કરવા જોઇએ. આગળ વધવા માટે શિખવા માટે પુરતો સમય કાઢવામાં આવે તે જરૂરી છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના બાળકો પણ ટોપના સ્તર પર પહોંચી રહ્યા છે. જેથી સતત મહેનત, શિસ્ત અને નિયંમો સૌથી ઉપયોગી છે. .

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here