સફળતા માટે શારરિક ફિટનેસ જરૂરી

0
21
Share
Share

પોતાની વ્યસ્ત લાઇફ અને જીવનશેલીને દોષ આપીને કેટલાક લોકો કહે છે કે જીવનમાં ભાગદોડ ખુબ છે જેથી ફિટનેસને લઇને સમય નથી. હકીકતમાં આ પ્રકારની દલીલ બિલકુલ યોગ્ય નથી. વિતેલા વર્ષોના મોડલ અને ખુબસુરત અભિનેતા મિલિન્દ સોમને કહ્યુ છે કે આ પ્રકારના લોકો અંગે તે માને છે કે તેઓ હકીકતમાં કોઇ દોડભાગ કરતા નથી. જો દોડભાગ કરતા હોય તો આટલી બૈચેની જોવા ન મળે. સોમને કહ્યુ છે કે તેઓ ફિજિકલ રીતે દોડવાની વાત કરી રહ્યા છે. તેમનુ કહેવુ છે કે લોકો એક જગ્યાએ બેઠા બેઠા દિમાગી ઘોડા દોડાવતા રહ્યા છે અને આજે ભાગદોડની લાઇફમાં પણ આવા જ દિમાગી ઘોડા દોડાવતા રહે છે. આ પ્રકારના લોકો જુદી જુદી પ્રકારની બિમારીઓને લઇને ફરિયાદ કરતા રહે છે. તેમનુ માનવુ છે કે આવુ કરનાર લોકો વાસ્તવમાં મોટા ભ્રમમાં રહે છે. તેમનુ માનવુ છે કે ફિટનેસ લાઇફમાં સૌથી ઉપયોગી બાબત છે. આ પ્રકારના લોકોને લાગે છે કે તેઓ દોડી રહ્યા છે પરંતુ હકીકતમાં આપ્રકારના લોકો એક જગ્યાએ બેઠેલા હોય છે. ફિટનેસની પરિભાષા શુ છે શુ તમે મેરાથોન દોડવા અને જુમ્બા ડાન્સ કરવા માટે ફિટ રહેવા માંગો છો. અથવા તો દરરોજની પ્રવૃતિ સરળતાથી થઇ શકે તે માટે ફિટ રહેવા માંગો છો. તમામ લોકો માટે ટ્રેનિંગ અલગ પ્રકારની છે. સોમને કહ્યુ છે કે તેમના માટે સ્વસ્થ અને પિટ રહેવાની બાબત અલગ છે. ફિટ રહેવાની બાબતમાં એક ફિટ બાબત રહે છે. તેમનુ કહેવુ છે કે ફિટ રહેવાની સ્થિતીમાં જ તમામ બાજી લાઇફની જીતી શકાય છે. મિલિન્દ સોમન મોડલ અને અભિનેતા તરીકે લોકપ્રિય છે. છેલ્લા એક દશકમાં સોમને મેરાથોન રનર, ટ્રાયથલિટ અને ઓલરાઉન્ડ  ફિટનેસ એમ્બેસેડર તરીકે પોતાની છાપ ઉભી કરી છે. તેમનુ કહેવુ છે કે તે ૧૯૯૮ બાદથી જીમમાં ગયા હતા. તેઓ માત્ર પુશ અપ અને પુલ અપ કરે છે. સાથે સાથે થોડાક સમય માટે દોડ લગાવે છે. તેમનુ કહેવુ છે કે તેઓ અંતિમ શ્વાસ સુધી દોડતા રહેવાની ઇચ્છા રાખે છે. કારણ કે તેમને લાગે છે કે ફિટનેસ માટે તે સૌથી સરળ અને સુલભ માધ્યમ તરીકે છે. જેના પર કોઇ પણ વિશ્વાસ કરી શકે છે. સ્વસ્થ અને ફિટ રહેવાની બાબત એટલા માટે જરૂરી છે કે તેના વિના તમામ લક્ષ્યને હાંસલ કરી શકાય નહી. દિમાગ જો યોગ્ય રીતે કામ કરશે નહીં તો પણ લક્ષ્ય પુર્ણ થશે નહીં. સાથે સાથે શરીર સાથ આપશે નહીં તો પણ લક્ષ્ય પૂર્ણ થશે નહી. તાજેતરમાં જ કરવામાં આવેલા એક રસપ્રદ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દિવસમાં ૧૫ મિનિટ સુધી કસરત લાઈફમાં ત્રણ વર્ષનો ઉમેરો કરે છે. તાઈવાનનમાં તાજેતરમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબની બાબત જાણવા મળી છે. અભ્યાસાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે મોટાભાગના લોકો ૩૦ મિનિટ સુધીની કસરત કરે તો તેમના લાઈફમાં ઉમેરો કરી શકે છે. અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે સપ્તાહમાં પાંચ દિવસ કસરત કરવાથી પણ ફાયદો મળે છે. નિષ્ણાંતોએ કહ્યું છે કે ઓછા ડોઝના કારણે ઓછો ફાયદો થાય છે પરંતુ નિયમિત રીતે ૩૦ મિનિટ સુધી કસરત ખૂબ જ આદર્શ છે. લીડ રિચર્સર તાઈવાનના સીપેગે કહ્યું છે કે દિવસમાં ૧૫ મિનિટ સુધીની કસરતથી પણ ફાયદો થાય છે. વોકીંગથી પણ ફાયદો થાય છે. તાઈવાનની નેશનલ હેલ્થ રિચર્સ ઇન્સ્ટ્રીટ્યુટના પેંગે કહ્યું છે કે પુરુષો, મહિલાઓ, યુવાનો અને વૃદ્ધ લોકો તેમજ ધૂમ્રપાન કરનાર લોકો તથા અસ્વસ્થ રહેતા લોકો માટે પણ નિયમિત પણે કસરત ખૂબ જ ઉપયોગી છે. જ્યારે પણ દર્દીઓ કોઈ ખાસ તકલીફના દર્દીને જુએ છે ત્યારે વોકીંગની સલાહ આપે છે અથવા તો તેને હળવી કસરતની સલાહ આપે છે. મેડીકલ જનરલમાં પ્રકાશિત થયેલા તેમના તારણોમાં જણાવવામાં આવ્યું છે કે ૪૧૬૦૦૦ લોકોને આવરી લઈને આ સર્વે કરવામાં આવ્યો હતો જેમાં મોટાભાગના લોકોના મત જાણવામાં આવ્યા હતા. તેમના આરોગ્ય અંગે પણ પ્રશ્નો કરવામાં આવ્યા હતા. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ૧૫ મિનિટ કસરતથી ઉપયોગી ફાયદો થાય છે. દરરોજની કસરત કેન્સરના જોખમને ઘટાડવામાં ઉપયોગી સાબિત થાય છે. આ ઉપરાંત સામાન્ય રીતે પીઠમાં દુઃખાવાનો પણ મદદરૂપ થાય છે.ફિટનેસ સૌથી પહેલી પ્રાથમિકતા રહે તે જરૂરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here