સફળતા માટે ડરને બિલકુલ દુર કરો

0
15
Share
Share

જો તમે જીવનમાં એક સફળ વ્યક્તિ બનવા માટે વિચારી રહ્યા છો તો સૌથી પહેલા તો પોતાના સપનાને જીવવા માટે શરૂ કરવાની જરૂર છે. મનના દરેક ડરને દુર કરવાની જરૂર છે. નિષ્ફળતાને લઇને ચિંતા કરવાની કોઇ જરૂર નથી. યોગ્ય પ્લાનિંગની સાથે કામ કરવામાં આવે તો જરૂરી છે. જો આવુ કરવામાં આવશે તો સફળતા તમામ ચરણને સ્પર્શ કરી શકે છે. કહેવત છે કે ડરની આગળ જીત છે. લાઇફમાં માનવીને હમેંશા પોતાની વિચારધારાની મર્યાદાને મોટી રાખવાની જરૂર હોય છે. કહેવામાં આવે છે કે કોઇ પણ લક્ષ્ય માનવીના સાહસથી મોટા નથી. એ જ વ્યક્તિ હારી જાય છે તે વ્યક્તિ ક્યારેય લડતી નથી. ખુબ ઓછા લોકો જાણે છે કે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બિલ ગેટ્‌સે પોતાના ઘરની પાછળના રૂમથી બિઝનેસની શરૂઆત કરી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે પણ ઘરે ઘરે જઇને અખબાર લોકોને આપવા માટેનુ કામ કર્યુ હતુ. રાઇટ બ્રધર્સના પણ એરોપ્લેનના પ્રોટોટાઇપ પહેલા કેટલીક વખત ફ્લોપ થઇ ગયા હતા. પરંતુ આ તમામની વિચારધારા ખુબ ઉંચી હતી. વિચારો ઉંચા હતા. સપના ઉંચા હતા. સાથે સાથે સખત પરિશ્રમની તાકાત હતી. કઇ કરી બતાવવાની ઇચ્છાશક્તિ તેમનામાં ભરેલી હતી. એવુ નથી કે તેમને કોઇ ચીજના ડર ન હતા. નિષ્ણાંત લોકો કહે છે કે પ્લાનની સાથે જો આગળ વધવામાં આવશે તો ડર નહીં બલ્કે મંજિલ સામે જોઇ શકાશે. જો તમે કોઇ સપના જોઇ રહ્યા છો અને કોિ પણ પ્લાનિંગ વગર તમે કોઇ સપનાની પાછળ દોડી રહ્યા છો તો એક દિવસે હતાશા જ હાથ લાગનાર છે. જેથી સૌથી પહેલા હકીકતને સમજીને લઇને તેના મુજબ આગળ વધવા માટેની રણનિતી તૈયાર કરવામાં આવે તે જરૂરી છે. ત્યારબાદ તેના અનુરૂપ સપનાને સાકાર કરવા માટે પ્રયાસ પૂર્ણ તાકાત સાથે કરવાની જરૂર હોય છે. જો તમે કોઇ ઉંચા પર્વતના શિખરને સ્પર્શ કરવા માટે ઇચ્છુક છો તો પહેલા પર્વતારોહણની ટ્રેનિંગ લેવાની જરૂર હોય છે. ત્યાંના હવામાન સહિતની તમામ બાબતો અંગે માહિતી મેળવી લેવી પડશે. ત્યાંની માટી જીવજતુ સહિતની ચીજો અંગે માહિતી મેળવી લેવી પડશે. આવી જગ્યાએ કામમાં આવનાર સાધનોની માહિતી પણ મેળવી લેવી પડશે. સૌથી મહત્વપૂર્ણ બાબત તો આ આપના આરોગ્યની માહિતી મેળવી લેવી પડશે. આંતરિક પ્રેરણાના સ્તરને ધ્યાનમાં લેવાની જરૂર છે. આ તમામ પ્રકારની માહિતી વગર શિખર પર પહોંચી જવાના પ્રયાસ કરવામાં આવશે તો અંતમાં નિરાશા હાથ લાગશે. જીવન એક શિક્ષક તરીકે છે. યાદ રાખવા જેવી બાબત છે કે હકીકત હમેંશા કડવી હોય છે. જીવન દરેક ક્ષણમાં તમારી કસોટી કરે છે. તમારે એ સમજી લેવાની જરૂર નથી કે તે આપના પ્રિયની જેમ કામ કરી રહ્યા છે. સમય આપના કઠોર શિક્ષકની જેમ સતત પરીક્ષા કરે છે. જો તમે આ સારા વિદ્યાર્થીની જેમ જીવનરૂપી શિક્ષકના છત્ર હેઠળ પરીક્ષા આપી રહ્યા છો તો તમને ચોક્કસપણે સફળતા મળી શકે છે. આધુનિક સમયમાં સફળતા હાંસલ કરવા માટે વ્યક્તિ દરેક પ્રકારના પ્રયાસ કરે છે. દિન રાત એક કરે છે. ખુબ મહેનત કરે છે. આવી તમામ પ્રકારની પ્રક્રિયા અપનાવવામાં આવી હોવા છતાં કેટલાક લોકોને સફળતા મળતી નથી. સાથે સાથે કેટલાક લોકોને તરત જ સફળતા મળે છે. આવી બાબત પણ જોવા મળે છે. જો કે સફળતા હાંસલ કરવા માટે સૌથી ઉપયોગી બાબત તો ભયને દુર કરીને આગળ વધવાની જરૂર છે. જોખમ લીધા વગર પણ કેટલીક વખત સફળતા હાંસલ થતી નથી. આ તમામ બાબતો પર ધ્યાન આપીને સફળતા હાંસલ કરી શકાય છે. હાલના સમયમાં દરેક ક્ષેત્રમાં સ્પર્ધા વધી રહી છે. આવી સ્થિતીમાં સફળતા હાંસલ કરવા માટે શારરિક ફિટનેસ પણ ઉપયોગી બની ગઇ છે. નિયમિત રીતે પોતાના કામ ન કરનાર વ્યક્તિને પણ સફળતા મળતી નથી.

આવી સ્થિતીમાં શારરિક ફિટનેસ પણ જરૂરી છે. નોકરીના સ્થળ પર વારંવાર રજા પાડનાર વ્યક્તિ પણ સફળતા હાંસલ કરી શકતા નથી. કારણ કે તેમના પર અન્યો અને જવાબદાર લોકો વિશ્વાસ મુકતા નથી. કામ પ્રત્યે સમર્પણ ભાવના પણ ખુબ ઉપયોગી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here