સફરજનના વૃક્ષો જોઈને શિલ્પા શેટ્ટી ઉછળવા લાગી

0
14
Share
Share

હંગામા-૨થી કમબેક કરનારી અભિનેત્રી મનાલીમાં શૂટિંગ પુરૂ કરીને તાજેતરમાં જ મુંબઈ પરત ફરી છે

મુંબઈ,તા.૧૭

એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી ઘણા વર્ષ બાદ ફિલ્મ હંગામા ૨થી બોલિવુડમાં કમબેક કરી રહી છે. આમ તો આ ફિલ્મનું શૂટિંગ ઘણા મહિના પહેલા શરુ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ વચ્ચે લોકડાઉન અને મહામારી નડી જતાં તેને હોલ્ડ પર રાખવામાં આવ્યું હતું. જો કે, થોડા દિવસ પહેલા એક્ટ્રેસ સહિતની ફિલ્મની ટીમ જેટ પ્લેનમાં બેસીને મનાલી ગઈ હતી અને શૂટિંગ પતાવ્યું હતું. એક્ટ્રેસ હાલ મુંબઈ પરત આવી ગઈ છે અને ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર મનાલીની મુલાકાતના વીડિયો શેર કરી રહી છે, જે ફેન્સને પણ પસંદ આવી રહ્યા છે. તેણે હાલમાં એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે સફરજનના વૃક્ષો જોઈને ઉછળકૂદ કરતી જોવા મળી. વૃક્ષોને દૂરથી જોઈને તે દોડતી ત્યાં પહોંચી જાય છે અને પછી ત્યાં જઈને લીલા સફરજનન ફેન્સને પણ બતાવે છે. વીડિયોમાં તે કહી રહી છે કે, ’એ ફોર એપ્પલ, બી ફોર બડે એપ્પલ અને સી ફોર છોટે એપ્પલ. આ સફરજન એટલા ક્યૂટ છે. મનાલીમાં તમને દરેક સાઈઝના સફરજન મળી રહેશે. નીચે પણ જુઓ કેટલા સફરજન પડ્યા છે. અહીંયા બટાકાના ભાવે સફરજન વેચાઈ રહ્યા છે. જ્યારે હું ફ્રૂટ જોઉ છું ત્યારે સ્વર્ગનો અહેસાસ થાય છે. આગળ તે કહે છે કે, આ ગ્રીન એપ્પલ નથી પરંતુ ગોલ્ડન એપ્પલ છે. આટલું કહ્યા બાદ તે એક સફરજન ઝાડ પરથી તોડી લે છે અને તેને ખાવા લાગે છે. ટેસ્ટ વિશે વાત કરતાં તે કહે છે કે, ’આ સફરજન કેટલું મીઠુ છે. એક્ટ્રેસના વર્કફ્રંટની વાત કરીએ તો, તે ઘણા લાંબા સમયથી મોટા પડદાથી દૂર હતી. તો બીજી તરફ તે એક ડાન્સ રિયાલિટી શોની જજ પણ રહી ચૂકી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here