સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ ૮૪ અંક વધી ૪૦,૫૯૩ની સપાટીએ

0
20
Share
Share

મુંબઇ,તા.૧૨

સપ્તાહનો પહેલો ટ્રેડિંગ દિવસ ભારતીય શેરબજાર માટે સારો રહ્યો. પોઝિટિવ શરૂઆત બાદ માર્કેટનું ક્લોઝિંગ પણ પોઝિટિવ રહ્યું છે. બીએસઈ બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેકસ અંતિમ સત્રમાં ૮૪ અંક અથવા ૦.૨૧ ટકા વધીને ૪૦,૫૯૩ નજીક જ્યારે નિફ્ટી ૫૦ આંક ૧૬ અંક અથવા ૦.૧૪ ટકાના હળવા વધારા સાથે ૧૧,૯૩૦ નજીક સેટલ થયા છે.

આ સિવાય બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંકિંગ સેક્ટરમાં વેચવાલીને પગલે આજે ઈન્ડેક્સ ૧૩૪ અંક ગગડીને ૨૩,૭૧૨ નજીક બંધ આવ્યો છે. આ સિવાય બીએસઈ પર મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૪૮ ટકા અને ૦.૪૦ ટકા પટકાઈને સેટલ થયા છે. વિવિધ સેક્ટર્સની વાત કરીએ તો આજે બીએસઈ પર હેલ્થકેર, હ્લસ્ઝ્રય્ અને ટેક સેક્ટર સિવાય અન્ય બધા સેકટર્સમાં મંદ વલણ જોવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ આજે લગભગ ૯૨૭ શેર્સમાં તેજી, ૧,૭૧૩ શેર્સમાં મંદી જોવા મળી. જ્યારે ૧૮૪ શેર્સ ફેરફાર વગર રહ્યા.

ચલણની વાત કરીએ તો સોમવારે ડોલર સામે રૂપિયો ૧૨ પૈસા ગગડીને ૭૩.૨૮ નજીક બંધ આવ્યો છે. આ પહેલા સોમવારે ટ્રેડિંગ દરમિયાન ડોલર સામે રૂપિયાએ ૭૩.૦૬ની ટોચની સપાટી નોંધાવી હતી. શુક્રવારે રૂપિયો ૭૩.૧૬ પર બંધ આવ્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here