સપનામાં નાગ આવ્યો અને તે પતિ હોવાનો યુવતીનો દાવો

0
22
Share
Share

અંધશ્રદ્ધાના નામે એમપીના એક ગામમાં યુવતીનો ઢોંગ
લગ્ન કરવા યુવતી મંદિરે ગઈ પણ નાગ ન આવતા અંતે અગ્નિને સાક્ષી માની લગ્ન કર્યાઃ હજ્જારો લોકો ઉમટ્યા
છિંદવાડા, તા. ૬
મધ્યપ્રદેશના છિંદવાડાની પરાસીયા તાલુકાના ધમણીયા ગામે કોરોના રોગચાળા વચ્ચે અંધશ્રદ્ધાના નામે ઢોંગ કરી રહેલી યુવતીને જોવા માટે હજારો લોકો એકઠા થઈ ગયા હતા. ગામની એક યુવતી દાવો કરી રહી હતી કે તેના સપનામાં નાગ દેવતા આવ્યા અને તેમણેઁ મને લગ્ન કરવાનું કહ્યું. ત્યારબાદ યુવતી દુલ્હન બનીને નાગ દેવતા સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગઈ હતી. ગ્રામજનોની સામે યુવતીએ દાવો કર્યો કે તમે લોકો શાંત થઈ જાઓ, મારા પતિ અંહી જાતે જ આવી જશે. ત્યારબાદના સમયગાળા દરમિયાન યુવતી અંધશ્રદ્ધાના નામે ઢોંગ કરતી રહી. મધ્ય્રદેશના છિંદવાડાના ગામનો આ નાટકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે, આવી બાબતોની સમાચાર એજન્સી બિલકુલ સમર્થન કરતું નથી.
છિંદવાડા જિલ્લાના ધમણીયા ગામની યુવતી સતત તેના પરિવારજનો અને ગામલોકોને દાવો કરી રહી હતી કે તેના સપનામાં નાગ દેવતા આવ્યા છે. તેઓ મારી સાથે લગ્ન કરવા માગે છે. આ પછી યુવતી દુલ્હન બનીને ગામના એક મંદિરમાં પહોંચી અને નાગણની જેમ ડાન્સ કરવા લાગી હતી. ત્યાં ઉપસ્થિત એક મહિલા આ યુવતીને પકડીને ઊભી હતી ત્યારે થોડીવાર સુધી યુવતી કહેતી રહી કે, લગ્ન કરવા માટે નાગ દેવતા અહિયાં આવશે.
આ દરમિયાન ગામની યુવતી નાગ દેવતા સાથે લગ્ન કરવા જઇ રહી હોવાના સમાચાર આસપાસના વિસ્તારોમાં આગની જેમ ફેલાઈ ગયા હતા. યુવતી મંદિરમાં પહોંચતાની સાથે જ આ નાટક જોવા માટે આસપાસના ગામના હજારો લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. કોરોના સંક્રમણ હોવા છતાંય સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. લોકો અંધશ્રદ્ધાના આ નાટકને આકરા તડકામાં પણ જોતા રહ્યા. બીજી તરફ આ યુવતી જુદા જુદા દાવાઓ કરી રહી હતી.
દુલ્હન બનેલી આ યુવતી કલાકો સુધી મંદિર પરિસરમાં નાગ દેવની રાહ જોઈ રહી હતી. જ્યારે લોકો તેને પૂછતા કે નાગ દેવ ક્યારે આવશે. તો તે યુવતી ફક્ત એટલો જ જવાબ આપતી હતી કે તમે લોકો શાંત થઈ જાઓ, તેઓ આવશે. વચ્ચે-વચ્ચે તે મંદિર પરિસર છોડીને ખેતર તરફ પણ જતી હતી. યુવતી કહેતી હતી કે તેઓ (નાગ દેવ) આવે છે પરંતુ લોકો રસ્તો કાપી રહ્યા છે. યુવતી માટે તેના પરિવારજનો દ્વારા લગ્ન મંડપ પણ તૈયાર કરવામાં આવ્યો હતો.
મંદિર પરિસરમાં અને ગ્રામજનો સામે નાગ દેવ સાથે લગ્ન કરવાનો ઢોંગ કરતી આ યુવતી કહે છે કે હું નાગણ બનવા માગુ છે.
હું નાનપણથી એવી જ હતી.પરંતુ મારા ઘરના લોકો મારા આ રૂપને ઓળખી શક્યા નહીં. નાગ દેવ જ મારા પતિ છે. તેઓ ચોક્કસથી મારી પાસે આવશે. તેઓ એક ઈચ્છાધારી નાગ છે.
આ દરમિયાન ત્યાં હાજર ગામના લોકો યુવતીની વાત સાંભળીને ભયભીત થઈ ગયા. પરંતુ આ યુવતી તો નાગ દેવ સાથે લગ્ન કરવા મક્કમ હતી.
ધમણિયા ગામે અંધશ્રદ્ધાની આ રમત કલાકો સુધી ચાલુ રહી હતી. દુલ્હન બનેલી યુવતી સતત દાવા કરી રહી હતી કે નાગ દેવ આવી રહ્યા છે.
કલાકો સુધી રાહ જોઈ પરંતુ આવું કશું જ થયું નહોતું. તેથી યુવતીએ અગ્નિને સાક્ષી માનીને ગ્રામજનો સામે લગ્ન મંડપમાં જ સાત ફેરા લઈ લીધા હતા. હવે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આટલો ઢોંગ કર્યા બાદ પણ મહિલા હજી પણ તેના કરેલા દાવા પર મક્કમ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here