સનીએ પૂલમાં ચિલિંગની તસવીરો પોસ્ટ કરતા સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ

0
23
Share
Share

મુંબઈ,તા.૨૩

બોલિવૂડ એક્ટ્રેસ સન્ની લિયોન આજકાલ કેરળમાં છે. તે ટીવી રિયાલિટી શો સ્પ્લિટ્‌સવિલા ૧૩ ના શૂટિંગમાં વ્યસ્ત છે, જે તેણે રણવિજય સિંહની સાથે મળીને કરી હતી. સનીએ પૂલમાં ચિલિંગની તેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. હંમેશની જેમ સની પણ આ તસવીરોમાં ખૂબસુરત લાગી રહી છે.

જણાવી દઈએ કે, સનીએ પુલમાં મસ્તી કરવા દરમ્યાન મરકી કૉર્ચરની શેલ્વેસમાંથી એક યેલો કલરનું સ્વિમસૂટ પહેર્યુ છે. તે સાથે જ સનીએ પોતાના પુલ લૂકને કંપલીટ કરવા માટે બેલોફોક્સની ક્વર્કી જવેલરી અને ટિંટેડ સનગ્લાસ પહેર્યા છે. સની ઘણીવાર સોશ્યલ મીડિયા પર પોતાના પૂલ ટાઇમની તસવીરો પોસ્ટ કરતી રહે છે.

આવી જ એક તસવીર તેણે તાજેતરમાં પોસ્ટ કરી છે જેમાં તેણે કેપ્શનમાં લખ્યું છે કે, તમે નીચે પડતા હો ત્યારે પણ પોઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સનીએ આ તસવીરમાં પૂલમાં બ્લુ રંગની બિકિની પહેરીલી અને ટોપીની તસ્વીર શેર કરી હતી. આ તસવીર પોસ્ટ કરવાની સાથે સાથે સનીએ કેપ્શનમાં લખ્યું છે કે, જો કોઈ મારું નામ ભૂલી ગયું છે, તો તેઓ આ ટોપી પર મારું નામ જોઈ શકે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here