સત્ય નારાયણ દેવની કથાઃ શ્લોક સુરતમાં બોલાયા અને પુજા કેનેડામાં થઈ

0
18
Share
Share

સુરત,તા.૧૩
વૈશ્વિક મહામારી કોરોનાને કારણે લોકોના જીવનની પરિભાષા બદલાઇ ગઇ છે. સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક ક્ષેત્રે અકલ્પનીય પરિવર્તન નોંધાયું છે. લોકડાઉનના કપરા દિવસો દરમિયાન રેગ્યુલર ધોરણે વિદ્યાર્થીઓનું શિક્ષણ ઓનલાઇન, બિઝનેસની મિટિંગ ઓનલાઇન તો મંદિરમાં પ્રભુના દર્શન પણ ઓનલાઇન કરવાનો નવો શિરસ્તો શરૂ થયો છે. એકાએક બદલાયેલી દશા અને દિશા વચ્ચે ભારતીય સંસ્કૃતિની ઓળખ સમાન સત્ય નારાયણ ભગવાનની કથા પણ હવે સાત સમંદર પાર ઓનલાઇન કરાવવાનું શરૂ છે.
સુરતના ગોર બ્રાહ્મણે ઘર બેસી કેનેડામાં સ્થાયી થયેલા એનઆરઆઈ ગુજરાતી પરિવારમાં સત્ય નારાયણ ભગવાનની ઓનલાઇન પૂજા કરાવી છે. હિન્દુ ધર્મમાં સત્યનારાયણ દેવની પૂજાનું સવિશેષ મહત્વ છે. કરોડો લોકો આ પૂજા સાથે અતૂટ અને અનોખી રીતે આસ્થાથી જોડાયેલા છે. ઘર, ઓફિસ કે ધંધાકીય સ્થળે શુભ કાર્યની શરૂઆત પહેલા પરિવાર સાથે શ્રધ્ધાભેર કથાનું આયોજન કરવામાં આવે છે. પરાપર્વથી ચાલી આવતી આ પરંપરામાં હવે આધુનિકતાનો સમન્વય થયો છે.
પરદેશમાં રહી સ્વદેશની યાદો, પરંપરા અને સંસ્કૃતિથી જોડાયેલા સંખ્યાબંધ લોકો સત્યનારાયણ ભગવાનની રેગ્યુલર ધોરણે પૂજા કરાવે છે. ભારતની જેમ કેનેડામાં પણ કોરોનાની મહામારી અને લોકડાઉનના ગ્રહણ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ ચાલી રહ્યું છે. આ દરમિયાન ઘરમાં આધ્યાત્મિક માહોલ જળવાય રહે. હિન્દુ દેવી-દેવતાઓની દિવ્યતાનો પ્રકાશ ફેલાયેલો રહે તે માટે મૂળ સુરતી હિરેન અનાજવાલાએ કેનેડા સ્થિત તેમના નવા ઘરમાં સત્યનારાયણ ભગવાનની કથાનું ઓનલાઇન આયોજન કર્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here