સત્તા સંભાળતા જ બાઇડન એક્શનમાંઃ ટ્રમ્પ આઠ નિર્ણયો પલ્ટાવ્યાં

0
25
Share
Share

અમેરિકા પેરિસ સમજૂતીમાં ફરી સામેલ થશે, ડબલ્યુએચઓમાંથી હટી જવાનો ફેંસલો અટકાવ્યો, ટ્રમ્પ પ્રસાશને જે મુસ્લિમ દેશોમાં પ્રતિબંધ ફરમાવ્યો હતો તેને પરત લીધો, બોર્ડર પર દિવાલ બનાવવાનો ફેંસલો અટકાવ્યો, ફન્ડીંગ પણ અટકાવ્યું,રંગભેદને સમાપ્ત કરવા પણ એલાન

પ્રવાસીઓને રાહત આપતા કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા, ૧.૧ કરોડ એવા પ્રવાસીઓને ફાયદો થશે જેની પાસે કોઇ કાયદાકીય દસ્તાવેજ નથી જેમાં ૫ લાખ ભારતીયો સામેલ

વોશિંગ્ટન,તા.૨૧

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનને સત્તા સંભાળતાંની સાથે જ તેઓ એકશનમાં આવી ગયા છે. બાઇડેને એક પછી એક તેમના પુરોગામી ડોનાલ્ડ ટ્રમ્પના અનેક નિર્ણયોને રદ કરીને ઘણા કાર્યકારી આદેશો પર હસ્તાક્ષર કર્યા છે. દરમ્યાન બાઇડેને પણ પ્રવાસીઓને રાહત આપતા એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. આ આદેશથી ૧.૧ કરોડ એવા પ્રવાસીઓને ફાયદો થશે જેની પાસે કોઈ કાયદાકીય દસ્તાવેજ નથી. તેમાં લગભગ ૫ લાખ ભારતીય છે.

બાઈડને કોરોના વાઈરસ અંગેના ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા, જેના હેઠળ માસ્કને ફેડરલ પ્રોપર્ટી જાહેર કરાઈ છે, એટલે કે દરેક વ્યક્તિએ મહામારી દરમિયાન માસ્ક પહેરવું જરૂરી રહેશે. જો તમે સરકારી બિલ્ડિંગમાં છો અથવા કોરોના હેલ્થવર્કર છો તો સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું ફરજિયાત હશે. ટ્રમ્પે માસ્ક માટે કોઈ સખતાઈ નહોતી કરી.

જો બાઇડેને શપથ લીધા બાદ સૌપ્રથમ ઇમિગ્રેશન સિસ્ટમમાં સંપૂર્ણપણે ફેરફાર કરવાનું શરૂ કર્યું. તેમના આદેશો હેઠળ ઘણા દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા જે ટ્રમ્પના વિવાદાસ્પદ ઇમિગ્રેશન નીતિઓને બદલનાર છે. જો બાઇડેને અમેરિકન કોંગ્રેસને વિનંતી કરી છે કે ૧.૧ કરોડ ગેરકાયદેસર પ્રવાસીઓની સ્થાયી દરજ્જો અને તેમના નાગરિકત્વ માટેનો માર્ગ મોકળો કરતાં કાયમી દરજ્જાની ખાતરી કરવા માટેનો કાયદો બનાવ્યો. એક અનુમાન મુજબ ભારતીય મૂળના લગભગ ૫ લાખ લોકો એવા છે કે જેમની પાસે કાયદાકીય દસ્તાવેજો નથી.

અમેરિકા હવે પેરિસ સમજૂતીમાં ફરી સામેલ થશે. ટ્રમ્પે ૨૦૧૯માં આ સમજૂતીથી બહાર જવાનો નિર્ણય કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારત, ચીન અને રશિયા પ્રદૂષણને વધારી રહ્યા છે, સાથે જ અમેરિકા આ મામલામાં સારી કામગીરી કરી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે આ સમજૂતીથી બહાર થયા પછી અમેરિકા ૭૦ વર્ષમાં પહેલી વખત ઓઈલ અને કુદરતી ગેસનું નંબર વન ઉત્પાદક બની ગયું છે.

બાઈડને મેક્સિકો બોર્ડરના ફંડિંગ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. ટ્રમ્પે મેક્સિકોથી આવતા પ્રવાસીઓને જોતાં દીવાલ બનાવવાને નેશનલ ઈમર્જન્સી ગણાવી હતી.

હવે અમેરિકા ફરીથી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું સભ્ય હશે. બાઈડને ગત વર્ષે જુલાઈમાં કહ્યું હતું કે જો અમેરિકા ગ્લોબલ હેલ્થને મજબૂત કરશે તો તે પોતે પણ સુરક્ષિત રહેશે.રાષ્ટ્રપતિ બન્યાના પહેલા દિવસે જ અમેરિકાની વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થામાં વાપસી કરાવીશ. ટ્રમ્પે ગત વર્ષે અમેરિકાને વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થાથી હટાવવાનો નિર્ણય કર્યો હતો.

બાઇડેને મુસ્લિમો પરનો પ્રતિબંધ હટાવવાના ટ્રમ્પના નિર્ણયને પલટી દીધો છે. ૨૦૧૭ માં ટ્રમ્પે મુસ્લિમ બહુમતી ધરાવતા સાત દેશો ઇરાક, ઇરાન,લિબિયા, સોમાલિયા, સૂડાન, સિરિયા અને યમન પર પ્રતિબંધ મૂકી દીધો હતો. બાઇડેને આ દેશોના લોકો માટે વિઝા પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો છે. તેની સાથે જ તેમણે એમ પણ કહ્યું કે જેમને નુકસાન થયું છે તેમને વળતર આપવા માટે પ્રયત્નો કરવા જોઈએ.અમેરિકા માટે આજનો દિવસ ખુબ મહત્વનો બની રહ્યો હતો.. જો બાઈડેન આજે ૪૬મા અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે લીધા હતા. તો કમલા હેરિસ પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બની ગયા છે. આ સાથે અમેરિકામાં બાઈડેન યુગની શરૂઆત થી ગઈ છે.  ૬ જાન્યુઆરીએ થયેલી હિંસા બાદ વોશિંગટન ડીસીમાં આકરી સુરક્ષા છે. આશરે ૨૫ હજાર નેશનલ ગાર્ડ અમેરિકાની રાજધાનીમાં તૈનાત કરી દેવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યુ કે, અમે જિંદગીમાં ઘણા પડકારો જોયા છે. અમેરિકામાં બધાને સન્માન મળશે. અમેરિકાની સેના સશક્ત છે. દરેક પડકાર માટે તૈયાર છે. હું અમેરિકાના બધા લોકોનો રાષ્ટ્રપતિ છું. હું તેમનો પણ રાષ્ટ્રપતિ છું જેણે મને મત આપ્યો નથી. હું બધાની પ્રગતિ અને બધાની રક્ષા માટે છું. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યુ કે, આજે આપણે એક ઉમેદવાર જ નહીં પરંતુ લોકતંત્રની જીતનો જશ્ન મનાવી રહ્યાં છીએ. લોકોને સાંભળવામાં આવ્યા છે. આપણે ફરી શીખ્યા છીએ કે લોકતંત્ર અણમોલ છે, લોકતંત્ર પ્રબળ છે. જો બાઈડેને કહ્યુ કે, મને ખ્યાલ છે કે આપણે વિભાજીત કરનારી શક્તિ પણ છે અને તે વાસ્તવિક છે. પરંતુ મને તે પણ ખ્યાલ છે કે તે નવું નથી. આપણો ઈતિહાસ એક નિરંતર સંઘર્ષ રહ્યો છે.  અમેરિકાના નવા રાષ્ટ્રપતિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છા આપી છે. ભારતના વડાપ્રધાન મોદીએ એક બાદ એક એમ ત્રણ ટ્‌વીટ કર્યા હતા. તેમણે પોતાના ટ્‌વીટમાં ભારત-અમેરિકા સંબંધની વાત પણ કરી હતી.  કમલા હેરિસે અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ પદે શપથ લીધા છે. તેઓ આ પદ પર પહોંચનાર પ્રથમ મહિલા છે. આ સાથે તેમણે ઈતિહાસ રચી દીધો છે.  વાઇટ હાઉસથી વિદાય લેનાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફ્લોરિડા પહોંચી ગયા છે. તેઓ થોડા સમય પહેલા વોશિંગટનથી રવાના થયા હતા. ત્યાં તેમણે લોકોને છેલ્લીવાર સંબોધિત કર્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here