સત્તધારી પક્ષના મોટા નેતાઓ જ ભૂલ્યા કોરોના ગાઈડલાઈન

0
17
Share
Share

બોટાદ,તા.૯

કોરોના કાળમાં સરકાર ગરબાથી માંડીને વિવિધ આયોજન પર પ્રતિબંધ મુકે છે. જોકે ફરી એક વખત ભાજપના નેતાઓ કોરોન ભૂલ્યા અને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવ્યા. ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યના બોટાદના ગઢડાના પેટાચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયમાં ભાજપના નેતાઓ સોશિયલ ડિસ્ટન્સિંગ ભુલ્યા હતા. નોંધનીય છે કે જ્ઞાતિની વાડીમાં આયોજિત કાર્યક્રમમાં રાજ્ય સરકારના પ્રધાન કુંવરજી બાવળિયા, ગોરધન ઝડફિયા, વિભાવરીબેન દવે, મહેશ કસવાળા સહિતના આગેવાનો હાજર હતા..પરંતુ હાઈકોર્ટની ફટકાર બાદ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ ભુલાયું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here