રાજકોટ, તા.૨
માનવ સેવા એજ પ્રભુ સેવા‘‘ના સુત્ર ને સાર્થક કર્તા રાજકોટના સતાધાર યુવા ગ્રુપ દ્વારા સોમવારના રોજ સ્નેહમિલન-૨૦૨૧ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાસગરબા તથા સ્વરુચિ ભોજનનો આનંદ લેવામાં આવ્યો હતો.
દાતાઓના સાથ સહકાર અને સભ્યોની મહેનત વચ્ચે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રમુખ વિશાલભાઈ ચોટલીયા, ઉપપ્રમુખ અજયભાઈ રાઠોડ તથા ગ્રુપના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ તકે સતાધાર સેવાકીય ગ્રુપમાં જોડાવા માટે ૭૯૯૯૯૯૩૯૩૧ તથા ૬૩૫૨૬ ૮૧૨૩૦ પર સંપર્ક કરવો…