સતત ૩ દિવસની તેજીને બ્રેકઃ સેન્સેક્સમાં ૫૬૧ અંકનું ગાબડું

0
11
Share
Share

મુંબઇ,તા.૨૪

જૂન સીરીઝની એક્સપાઇરી પહેલા બુધવારે ઉપલા મથાળેથી વેચવાલી થતા અંતિમ સેશનમાં ઘરેલુ શેરબજાર પટકાયું છે. આ સાથે સતત ત્રણ દિવસની શેરબજારની તેજીને બ્રેક લાગી છે. બીએસઈ પર બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ ૫૬૧ અંક અથવા ૧.૫૮ ટકા પટકાઈને ૩૪,૮૬૮ નજીક જ્યારે નિફ્ટી ૫૦ આંક ૧૬૫ પોઈન્ટ અથવા ૧.૫૮ ટકા ગગડીને ૧૦,૩૦૫ નજીક બંધ આવ્યા છે.

બેંક નિફ્ટીની વાત કરીએ તો ઈન્ડેક્સ અંતિમ સેશનમાં ૮૩૮ અંક પટકાઈને ૨૧,૪૨૬ નજીક બંધ આવ્યો છે. જ્યારે બીએસઈ પર મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૧.૦૮ અને ૧.૨૪ ટકા ગગડ્યા છે. વિવિધ સેક્ટર્સની વાત કરીએ તો આજે બીએસઈ પર હ્લસ્ઝ્રય્ અને એનર્જીને છોડી લગભગ તમામ સેક્ટર્સમાં મંદ વલણ જોવા મળ્યું છે. ચલણની વાત કરીએ તો આજે ડોલર સામે રૂપિયો ૬ પૈસા ગગડીને ૭૫.૭૨ પર બંધ આવ્યો છે.

જ્યારે આ પહેલા મંગળવારે રૂપિયો ૭૫.૬૬ પર બંધ આવ્યો હતો. દેશમાં કોરોના વાયરસની સ્થિતિ અને ચીન અને ભારત વચ્ચે સતત વધી રહેલી તંગદિલીની અસર ઘરેલુ શેરબજાર પર જોવા મળી રહી છે. રોકાણકારોમાં ચિંતા સર્જાતા વેચવાલી વધી જેના કારણે માર્કેટ પટકાયું છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here