સતત ત્રીજા દિવસે પેટ્રોલના ભાવમાં વધારોઃ ડિઝલના ભાવ સ્થિર

0
14
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૮

થોડા દિવસ નિરાંત રહ્યા પછી હવે ફરી પેટ્રોલના ભાવમાં વધારાની પરંપરા શરૂ થઇ ગઇ હતી. સતત ત્રીજે દિવસે પેટ્રોલના ભાવ વધ્યા હતા. રવિવાર ૧૬ ઑગષ્ટથી ભાવવધારો શરૂ થઇ ગયો હતો. આજે મંગળવારે સતત ત્રીજા  દિવસે પેટ્રોલના ભાવ વધ્યા હતા.

દિલ્હીમાં લીટરે ૧૬ પૈસા, મુંબઇમાં લીટરે ૧૪ પૈસા, ચેન્નાઇમાં લીટરે ૧૨ પૈસા અને કોલકાતામાં લીટરે ૧૩ પૈસા ભાવ વધ્યા હતા. જો કે આજે સતત ૧૭મે દિવસે ડિઝલના ભાવ સ્થિર રહ્યા હતા.

ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ પર જણાવાયા મુજબ દિલ્હી,કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇમાં પેટ્રોલના ભાવ અનુક્રમે વધીને રૂપિયા ૮૦.૯૦, રૂ.૮૨.૪૩, રૂ. ૮૭.૫૮ અને રૂ. ૮૩.૯૯ થઇ ગયા હતા. બજારના જાણકારોના કહેવા મુજબ ચીને અમેરિકાનું કાચું તેલ ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી હોવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા ક્રૂડ તેલના ભાવમાં તેજી આવી હતી.

બેન્ચમાર્કર કાચું તેલ બેન્ટ્રુ ક્રૂડના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં બેરલ દીઠ ૪૬ ડૉલર્સ થઇ જતાં ભાવ ઊંચકાયા હતા.. અગાઉ  બેન્ટ્રુ કાચા ક્રૂડના ભાવ બેરલે ૪૪ ડૉલર્સ હતા.આ જાણકારો કહે છે કે કેન્દ્ર સરકાર ધારે તો પેટ્રોલના ભાવ ઘટાડી શકે છે  એ માટે કેન્દ્રની અને રાજ્યોની ઓક્ટ્રોય ડ્યૂટી ઘટાડવી પડે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here