સણોસરા ગામે વાડીના ટાંકામાં ભાઇ સાથે ન્હાતી બહેનનું ડૂબી જતા મોત

0
22
Share
Share

રાજકોટ તા. ૧પ

રાજકોટ તાલુકાના સણોસરા ગામે વાડીમાં રહી ખેતીકામ કરતા એમપીના આદિવાસી પરિવારની ૭ વર્ષીય દીકરી વાડીના પાણીના ટાંકામાં ન્હાતી વેળાએ ડૂબી જતા તેનું મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે

મૂળ મધ્યપ્રદેશના વતની અને છેલ્લા ત્રણ વર્ષથી રાજકોટ તાલુકાના સણોસરા ગામે સંજયભાઈની વાડીમાં રહી ભાગીયા તરીકે ખેતીકામ કરતા ખુમસીંગ મખોડની ૭ વર્ષીય દીકરી મંજુલા અને તેનો ૬ વર્ષનો નાનો દીકરો બંને ભાવિ બહેન સવારે દસ વાગ્યે વાડીમાં આવેલ પાણીના ૧૦ ફૂટ ઊંડા ટાંકામાં સજોડે નહાતા હતા ત્યારે મંજુલા અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગઈ હતી અને તે ડૂબી જતા દેકારો થતા માતા-પિતા દોડી આવ્યા હતા અને દીકરીને બેભાન હાલતમાં આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડી હતી પરંતુ ફરજ પરના તબીબોએ તેણીને મૃત જાહેર કરી હતી માસુમ બાળકીના મોતથી આદિવાસી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે આ અંગે કુવાડવા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here