સડક-૨ જોવા પર ટ્રોલ થઈ અભિનેત્રી રશ્મિ દેસાઇ, ઘણા યુઝર્સે કરી અનફોલો

0
21
Share
Share

મુંબઈ,તા.૦૨

ફિલ્મ સ્ટાર આલિયા ભટ્ટ, સંજય દત્ત અભિનિત ફિલ્મ ‘સડક-૨’નો ઘણો વિરોધ થઈ રહ્યો છે. નેપોટિઝમની ચર્ચા વચ્ચે રિલીઝ થયેલી આ ફિલ્મનો લોકો બહિષ્કાર કરી રહ્યા છે અને લાખો લોકોએ ફિલ્મના ટ્રેલરને નાપસંદ પણ કર્યું હતું. તે ઉપરાંત આ ફિલ્મ વિવેચકો અને પ્રેક્ષકોની અપેક્ષાઓને પૂર્ણ કરી શકી ન હતી. ફિલ્મ નિષ્ણાતોએ તેને ફક્ત ૧.૧ સ્ટાર રેટિંગ આપ્યું હતું. તે દરમિયાન ટીવી અભિનેત્રી રશ્મી દેસાઈએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે ‘સડક-૨’ જોતો એક વીડિયો શેર કર્યો છે.

આ વીડિયો શેર કર્યા બાદ હવે રશ્મી દેસાઇને ટ્રોલ કરવામાં આવી રહી છે. અભિનેત્રીએ એક જીઆઈએફ શેર કર્યો છે, જેમાં તે ટીવીની સામે બેસીને ફિલ્મ જોઈ રહી છે. સાથે સાથે અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેની ફિલ્મ અંગેની ઉત્તેજના વિશે પણ જણાવ્યું હતું. જોકે, હવે યુઝર્સે તેમને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. યુઝર્સે રશ્મી દેસાઇના આ ટવિટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે તે સુશાંતને ન્યાય અપાવવાના લક્ષ્યને નબળું બનાવી રહી છે. એક યુઝરે તેને અનફોલો કરતો સ્ક્રીન શોટ પણ શેર કર્યો હતો.

આ સાથે એક યુઝરે એવો પણ આક્ષેપ લગાવ્યો કે અભિનેત્રી સુશાંત સિંહ રાજપૂત કેસમાં શા માટે મૌન છે ? તો બીજા એક યુઝરે લખ્યું કે, જ્યારે આખી દુનિયા ‘સડક-૨’નો બહિષ્કાર કરી રહી છે, ત્યારે રશ્મી દેસાઇ આ ફિલ્મ જોઈ રહ્યા છે તો હવે તેના માટે કોઈ આદર રહ્યો નથી. લોકો રશ્મી દેસાઇ વિશે અલગ અલગ કમેન્ટ કરી રહ્યા છે અને ‘સડક-૨’ને જોવાની વાતને યોગ્ય ઠેરવી રહ્યા નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here