સચિન, યુવી અને પંત રાહુલ તેવટિયાના ફેન બની ગયા

0
27
Share
Share

૧૯ બોલમાં માત્ર ૮ રન કર્યા બાદ રાહુલે ૧૮મી ઓવરમાં પાંચ છગ્ગા મારીને મેચનું પરિણામ જ પલટી નાખ્યું

દુબઈ,તા.૨૮

આઈપીએલ ૨૦૨૦ની ૯મી મેચમાં કિંગ્લ ઈવેલન પંજાબને રાજસ્થાન રોયલ્સે ૨૨૪ રનનો ટાર્ગેટ આપ્યો હતો. રાજસ્થાનને સ્ટીવ સ્મિથ અને સંજૂ સેમસને સારી સ્થિતિમાં પહોંચાડી દીધા. સ્મિથના આઉટ થયા બાદ જ્યારે રાહુલ તેવટિયા ક્રિઝ પર આવ્યો તો તેના બેટ સાથે બોલનો સંપર્ક નહોતો થઈ રહ્યો અને કોમેન્ટેટર પણ તેને ઉપર બેટિંગ માટે મોકલવાના નિર્ણયથી હેરાન હતા. પરંતુ લાગે છે કે તેવટિયાએ છેલ્લી ઓફર સુધી પોતાની વિસ્ફોટક બેટિંગ બચાવીને રાખી હતી. કારણ કે એક સમયે તેણે ૧૯ બોલમાં માત્ર ૮ રન કર્યા હતા. પરંતુ ૧૮મી ઓવરમાં ૫ છગ્ગા મારીને તેણે મેચ પલટી નાખી. રોયલ્સે આઈપીએલનો સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કરવા સાથે ટૂર્નામેન્ટમાં સૌથી મોટો સ્કોર પણ બનાવી દીધો. રાહુલ, સ્મિથ અને સંજૂ સેમસનની દિગ્ગજ ક્રિકેટરો પણ પ્રશંસા કરી રહ્યા છે. પોતાની ઈનિંગ્સના છેલ્લા ૧૨ બોલમાં ૪૫ રન બનાવનારા તેવટિયાએ મેચ બાદ કહ્યું કે, મને હવે સારું લાગી રહ્યું છે. તે સૌથી ખરાબ ૨૦ બોલ હતા જેનો મેં સામનો કર્યો. હું નેટ્‌સમાં બોલની સારી રીતે હીટ કરી રહ્યો હતો, તો મને પોતાના પર વિશ્વાસ હતો. હું પ્રયાસ કરતો રહ્યો. જ્યારે હું શરૂઆતમાં બોલને હિટ નહોતો કરી શકતો તો મેં જોયું કે ડગ આઉટમાં બધા ઉત્સુક હતા. તેઓ જાણતા હતા કે હું લાંબા શોટ મારી શકું છું. મેં વિચાર્યું કે મારે પોતાના પર વિશ્વાસ રાખવો પડશે. આ બધું માત્ર એક સિક્સની વાત હતી. આ બાદ મેં લય મેળવી લીધી. શેલ્ડન કોર્ટેલની એક જ ઓવરમાં ૫ છગ્ગા મારવા વિશે વાત કરતા તેવટિયાએ કહ્યું, એક ઓવરમાં પાંચ છગ્ગા ફટકારવા શાનદાર રહ્યા. કોચે મને લેગ સ્પિનર પર છગ્ગા મારવા માટે મોકલ્યો હતો, પરંતુ હું આમ ન કરી શક્યો. આખે મેં અન્ય બોલરો પર સિક્સર મારી. મોટા ટાર્ગેટનો પીછો કરવા માટે બેટ્‌સમેન સ્મિથ, સંજૂ અને તેવટિયાએ રાજસ્થાન રોયલ્સ માટે શાનદાર બેટિંગ કરી. હેરાન કરનારી વાત એ છે કે પંજાબના ઝડપી બોલરોએ મેચમાં યોર્કરનો પણ વધારે પ્રયાસ ન કર્યો અને એમ. અશ્વિનને પણ યોગ્ય ઉપયોગ કરવામાં નિષ્ફળ રહી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here