સચિને આસામની એક હોસ્પિટલને મેડિકલના સાધનો દાનમાં આપ્યા

0
15
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૩

દિગ્ગજ ક્રિકેટર સચિન તેંદુલકરે ફરી એક વાર મદદ માટે હાથ લંબાવ્યો છે. સચિને આસામની એક હોસ્પિટલને મેડિકલના સાધનો દાનમાં આપ્યા છે. આ મદદથી વંચિત લોકોના લગભગ ૨ હજાર જેટલા બાળકોને તેનો ફાયદો મળશે.

યુનિસેફના સદ્ભાવના દૂત તેંદુલકરે આસામના કરીમગંજ જિલ્લામાં આવેલી માકુંડા હોસ્પિટલમાં પીઆઈસીયુ અને નવજાત વોર્ડમાં જરૂરી સાધનો આપ્યા છે. આપને જણાવી દઈએ કે, તેંદુલકરની સંસ્થાએ મધ્યપ્રદેશમાં આદિવાસી સમુદાયોમાં પણ પોષણ અને ચિકિત્સા માટે જરૂરિયાતમંદ લોકોને મદદ કરી છે.

અહીં એ પણ ઉલ્લેખનીય છે કે, લોકડાઉનના સમયમાં સચિને જરૂરિયાતમંદ લોકોને મદદ કરી હતી. માકુંડા હોસ્પિટલના નિષ્ણાંત સર્જન ડો. વિજય આનંદે સચિનની આ મદદ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here