સકારાત્મક સંકેતોથી શેરબજારમાં ઉછાળોઃ સેન્સેક્સ ૫૯૨ અંક પ્લસ

0
25
Share
Share

મુંબઇ,તા.૨૮

સ્થાનિક શેરબજાર આજે બંધ થતા પણ ઉછાળો જોવા મળ્યો છે. તેથી માર્કેટમાં ખુશી છવાઇ છે. જેમાં સેન્સેક્સ +૫૯૨.૯૭ પોઇન્ટ એટલે ૧.૫૯% ટકાના વધારા સાથે ૩૭,૯૮૧.૬૩ પર બંધ થયો છે. તેમજ નિફ્ટી +૧૭૭.૩૦ પોઇન્ટ એટલે ૧.૬૦%ટકાના વધારા સાથે ૧૧,૨૨૭.૫૫ પર બંધ રહી છે.

દિગ્ગજ શેરની વાત કરીએ તો આજે ઈન્ડસઇન્ડ બેંક, બજાજ ફાઇનાન્સ, એક્સિ બેંક, ઓનજીસી અને ટાટા મોટર્સના શેર લીલા નિશાન સાથે બંધ થયા છે. તેમજ વિપ્રો, હિન્દુસ્તાન યુનિલીવર, નેસ્લે ઇન્ડિયા અને ઇન્ફોસિસના શેર લાલ નિશાન પર બંધ થયા છે.

સેક્ટોરિયલ ઇન્ડેક્સ પર નજર કરીએ તો બધા સેકટરો લીલા નિશાન સાથે બંધ થયા છે. તેમાં ફાઇનાન્સ સર્વિસીઝ, બેંક, પ્રાઇવેટ બેંક, એફએમસીજી, રિયાલ્ટી, આઇટી, ફાર્મા, ઓટો, મીડિયા, પીએસયુ બેંક અને મેટલ શામેલ છે.

સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફાઈનાન્સ, એક્સિસ બેન્ક, પાવર ગ્રીડ કોર્પ,ONGC સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક ૭.૮૫ ટકા વધીને ૫૫૪.૯૫ પર બંધ રહ્યો હતો. બજાજ ફાઈનાન્સ ૬.૨૯ ટકા વધીને ૩૩૩૫.૭૫ પર બંધ રહ્યો હતો. જોકે HUL ઈન્ફોસિસ, નેસ્લે સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. HUL ૦.૬૬ ટકા ઘટીને ૨,૦૬૪.૧૦ પર બંધ રહ્યો હતો. ઈન્ફોસિસ ૦.૧૫ ટકા વધીને ૧,૦૦૯.૫૦ પર બંધ રહ્યો હતો.

આજના ટોપ ૫ ગેનર્સમાં ૩ ફાઈનાન્સ કંપનીઓ હતી. ઈન્ડસિન્ડ બેંક ૮%, બજાજ ફાઈનાન્સ ૬.૩૦%, એક્સિસ બેંક૬% ઉંચકાયા છે. જોકે સામે પક્ષે આજે HULન્ પોણો ટકો ડાઉન હતો. સેન્સેકસના ૩૦માંથી ૨૭ શેર પોઝીટીવ બંધ આવ્યા છે.ICICI બેંકે આજની બજારની તેજીમાં સૌથી વધુ યોગદાન આપ્યું હતુ.ICICIએ ૯૧ અંક અને એક્સિસ બેંકે ૫૮ અંકોનો સહારો આપ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here