સંસદસભ્ય પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને સાંસદ આદર્શ ગ્રામ યોજના અંગેની જુવાનપુર ખાતે સમિક્ષા બેઠક યોજાઇ

0
17
Share
Share

માત્ર માળખાકીય સુવિધાથી ગામ આદર્શ બનતું નથી દરેક નાગરિક પોતપોતાની જવાબદારી નિભાવે-સાંસદ પૂનમબેન માડમ

કાલાવડ તા.૧૭

કરોનાની પરિસ્થિતિ સામે આખું વિશ્વ લડી રહયુ છે ત્યારે તેવા સમયે કવિડ-૧૯ની અનલોકની ગાઇડ લાઇન પ્રમાણે સાંસદ આદર્શ ગામની બેઠક કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામે આજરોજ માન. સંસદસભ્યશ્રી પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને યોજાયેલ હતી.

આજની આદર્શ ગ્રામ યોજનાની રીવ્યુ બેઠકને સંબોધન કરતા સાંસદશ્રીએ ઉપસ્થિતોને જણાવ્યું હતું કે સને ૨૦૧૮માં જુવાનપુર ગામને માન. પ્રધાનમંત્રીશ્રી અને ભારત સરકારની યોજના મુજબ આદર્શ ગામ તરીકે જાહેર કરેલ હતું. જુવાનપુરને મોડેલ વીલેજ તરીકે જાહેર કરીએ. માત્ર માળખાકીય સુવિધાથી ગામ આદર્શ બનતું નથી દરેક વ્યકિત પોતપોતાની જવાબદારી નિભાવતું  હોય, ગામની સમગ્ર વ્યકિત શિક્ષિત હોય, વ્યસન મુકત હોય આ બધી કેટેગરીમાં બંધ બેસતું હોય તે આપણું ગામ છે.

ઉપસ્થિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓએ પોતપોતાના વિભાગવાઈજ થયેલ કામગીરીની રુપરેખા આપી હતી.નવા કૃષિબીલ વિષે માન. સંસદસભ્યશ્રીએ માહિતી આપી હતી.ખેડૂતોને સારા ભાવ મળે અને ખેડૂતો આત્મનિર્ભર બને તે માટેનું કૃષિબીલ છે તેમ જણાવ્યું હતું.

જુવાનપુર ગામને પી.એચ.સી.સેન્ટર, પશુઓ માટે વેટરનરી ડોકટર, હોસ્પિટલ અને પશુઓ માટેની એમ્બ્યુલન્સ મળે તે માટે દરખાસ્ત કરવા સંબંધિતોને અનુરોધ કર્યો હતો. અને ગામમાં સ્મશાનનો રસ્તો બનાવવા તથા બેસવા માટેની વ્યવસ્થા કરી આપવા ગ્રામજનો તરફથી સુચન કરેલ હતું.

ગામમાં ઘન કચરાના નિકાલ માટે, ઘરે ઘરે પાણીની કનેકટીવીટી મળે, ગામમાં એક લાયબ્રેરી તેમજ નાનો બગીચો સાર્વજનીક જગ્યામાં થાય તે માટે જુવાનપુર ગામના સરપંચશ્રીને સાંસદશ્રીએ અનુરોધ કર્યો હતો.

કરોના માટે હેલ્થકેમ્પ, મળવાપાત્ર સરકારી યોજનાનો લાભ મળવા માટે ગામમાં કેમ્પ યોજવા, એક આર.ટી.ઓ.નો કેમ્પ યોજવા તથા આયુર્વેદનો કેમ્પ થાય તથા યોગ અભ્યાસ માટે અને ઓર્ગેનીક ખેતીની લોકોમાં જાગૃતિ આવે તે માટે કેમ્પ યોજવા ભલામણ કરી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી નરેન્દ્રકુમાર મીણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.જે.જાડેજા તેમજ અન્ય વિભાગના અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here