સંજય દત્ત પત્ની માન્યતા સાથે અચાનક વિદેશ જવા રવાના થયા

0
16
Share
Share

મુંબઇ,તા.૧૬

બોલિવૂડ અભિનેતા સંજય દત્ત ફેફસાના કેન્સરની બિમારી સામે લડી રહ્યા છે. અભિનેતાને ૧૧ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ ફેફસાનું કેન્સર હોવાનું નિદાન થયું હતું. ત્યારે તેણે સોશિયલ મીડિયા પર આ બાબત પોતાના ફેન્સ સાથે શેર કરી હતી. આ બીમારીની જાણ થતા જ તેણે સારવાર લેવાનું શરૂ કરી દીધું હતું. તાજેતરમાં જ તેણે મુંબઈની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં કીમોથેરેપીનો પહેલો સેશન પૂરો કર્યો છે.

આ દરમિયાન સંજય દત્ત પત્ની માન્યતાની સાથે અચાનક મુંબઈ છોડીને વિદેશ જવા માટે રવાના થઈ ગયો છે. આવી રીતે અચાનક મુંબઈ છોડીને વિદેશ ચાલ્યા જવા પર ફેન્સ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. સંજય દત્ત અને માન્યતા દત્ત બંને ચાર્ડર્ડ ફ્લાઈટ દ્વારા વિદેશ જવા માટે રવાના થયા છે.

સંજય દત્ત છેલ્લા એક મહિના કરતા વધારે સમયથી ફેફસાના કેન્સર સામેની જંગ લડી રહ્યો છે. ઘણી વખત તે હોસ્પિટલ જતા-આવતા જોવા મળતો હતો. કેન્સરની બિમારી સામે બાથ ભરતા-ભરતા પણ તે પોતાના કામ પર ધ્યાન આપી રહ્યો છે. કેન્સરની સારવારની સાથે સાથે તે પોતાની નવી ફિલ્મ શમશેરાના શૂટિંગ પર પણ ફોકસ કરી રહ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here