સંજય દત્તની પત્ની માન્યતા બંને બાળકો સાથે દુબઈમાં

0
22
Share
Share

પિંક રંગના ફ્લોરલ જમ્પસૂટમાં માન્યતા સુંદર લાગી તસવીરમાં ઈકરા-શહરાન તેને ભેટીને ઊભેલા જોવા મળ્યા

મુંબઈ,તા.૨૧

આજે એટલે કે ૨૦ નવેમ્બરના રોજ વર્લ્‌ડ ચિલ્ડ્રન્સ ડે છે. આ દિવસે સંજય દત્તની પત્ની માન્યતા દત્તે પોતાના ટિ્‌વન્સ બાળકો સાથે સુંદર તસવીર શેર કરી છે. પિંક રંગના ફ્લોરલ જમ્પસૂટમાં માન્યતા સુંદર લાગતી હતી. તસવીરમાં તેના બંને બાળકો ઈકરા અને શહરાન તેને ભેટીને ઊભેલા જોવા મળે છે. માન્યતાએ બાળકો સાથેની આ સુંદર તસવીર શેર કરતાં પ્રેરણાત્મક મેસેજ પણ આપ્યો છે. માન્યતાએ લખ્યું, આજે નવો દિવસ છે. આજે તમારો દિવસ છે. તમે તેમે આકાર આપો છો! તેને કોઈની અવગણના કે ડરનો આકાર ના લેવા દો. મજબૂત, હોંશિયાર અને વિનમ્ર બનો. હાલમાં માન્યતા દત્ત અને બંને બાળકો દુબઈમાં છે ત્યારે દિવાળી મનાવવા માટે સંજય દત્ત પણ ત્યાં પહોંચ્યો હતો. સંજય દત્તે પરિવાર સાથેના દિવાળી સેલિબ્રેશનની તસવીરો ફેન્સ સાથે શેર કરીને સૌને શુભકામના પણ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, સંજય દત્તે બાળકોના ૧૦મા બર્થ ડે પર જાહેરાત કરી હતી કે તેમણે બીમારીની હરાવી દીધી છે. સંજય દત્તે આ પોસ્ટ કરીને આડકતરી રીતે કહ્યું હતું કે, તેમણે કેન્સરને મ્હાત આપી છે. સંજય દત્તની કેન્સરની લડાઈમાં તેની પત્ની માન્યતા દત્ત અને બહેન હિંમત બનીને ઊભા રહ્યા હતા. વિવિધ મુશ્કેલીઓની જેમ સંજય આ બીમારીમાંથી પણ હેમખેમ બહાર આવ્યા છે. આ દરમિયાન તેમના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરવા બદલ ફેન્સ અને શુભચિંતકોનો પણ આભાર માન્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here