શ્વેતાના ગ્લેમરસ ફોટોશૂટે ઈન્ટરનેટ પર આગ લગાવી

0
24
Share
Share

અભિનેતા શ્વેતા તિવારી આજકાલ ખૂબ ચર્ચામાં છે, બે બાળકોની માતા પોતાના લેટેસ્ટ ફોટોઝના કારણે ચર્ચામાં

મુંબઈ,તા.૨૦

ટેલિવિઝનની પોપ્યુલર એક્ટ્રેસ શ્વેતા તિવારીની નવી તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહી છે. જે લોકો એવું માનતા હોય કે, અમુક ઉંમરે પહોંચ્યા પછી તમે સ્ટાઈલિશ કે ગ્લેમરસ ના લાગી શકો તેમના માટે ૪૦ વર્ષની શ્વેતા પ્રેરણારૂપ છે. થોડા દિવસ પહેલા જ શ્વેતાએ ખુલાસો કર્યો હતો કે, તેણે ખાસ્સું વજન ઉતાર્યું છે. ત્યારે શ્વેતાની આ નવી તસવીરો તમને ઘાયલ કરી શકે છે! લેટેસ્ટ ફોટોશૂટમાં શ્વેતા તિવારી ચિત્તા પ્રિન્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. બેલ્ટ અને લોન્ગ બોટ તેના લૂકને વધુ શાનદાર બનાવી રહ્યા છે. આ તસવીરોમાં શ્વેતા ખૂબ જ આકર્ષક લાગી રહી છે. આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતાં શ્વેતાએ લખ્યું, “તેમને થોભવા દો અને તમને જોવા દો. ૪૦ વર્ષની શ્વેતા તિવારી એક દીકરી પલક તિવારી (૨૦ વર્ષ) અને રેયાંશ કોહલી (૪ વર્ષ)ની મા છે. પલક તિવારી સુંદરતામાં તેની મમ્મીની કાર્બન કોપી છે. શ્વેતા પોતાના કામ અને ઘર વચ્ચે સંતુલન બનાવી રાખે છે. સાથે જ વાંચનનો શોખ પણ ધરાવે છે. શ્વેતા તિવારી હાલમાં જ ખાસ્સું વજન ઉતાર્યું છે અને ત્યારબાદ ફેશનેબલ આઉટફિટમાં કરાવેલું ફોટોશૂટ ખાસ્સું ચર્ચામાં છે. શ્વેતા તિવારીએ વેટ લોસ અંગેની જર્ની વિશે વાત કરતાં કહ્યું હતું કે, તેના ન્યૂટ્રિશનિસ્ટે લક્ષ્ય સુધી પહોંચવામાં ખૂબ મદદ કરી છે. શ્વેતાએ ન્યૂટ્રિશનિસ્ટ સાથેની તસવીર શેર કરતાં લખ્યું હતું, વેઈટ લોસ! સરળ નથી, ખૂબ મુશ્કેલ છે! આ માટે તમારે ખૂબ જ સમર્પણ, સેલ્ફ કંટ્રોલ અને મજબૂત મનોબળની જરૂર પડે છે. જો કે, આ અશક્ય પણ નથી. ખાસ કરીને તમારી આ જર્ની સરળ અને મસ્તીભરી હોય ત્યારે તો નહીં જ. મને લાગે છે મારા કરતાં વધારે તેઓ મને શેપમાં પાછી લાવવા મક્કમ હતા. મારા ટ્રેનર સાથે ચર્ચા કરવી, મારી પસંદગી અને જરૂરિયાત પ્રમાણેનું ડાયટ નક્કી કરવું અને સવાર-સાંજ ફોલોઅપ લેવાનું કામ તેઓ કરતા હતા. હું તેમના માટે ક્લાયન્ટ નહીં મિશન હતી. આજે મેં સારા સ્વાસ્થ્ય અને વજન ઘટાડવાની સિદ્ધિ મેળવી છે તે તમને આભારી છે ડૉક્ટર. વર્કફ્રંટની વાત કરીએ તો, શ્વેતા તિવારી છેલ્લે સીરિયલ ’મેરે ડેડ કી દુલ્હન’માં ગુનીતના રોલમાં જોવા મળી હતી. આ સીરિયલમાં શ્વેતા સાથે એક્ટર વરુણ બડોલા લીડ રોલમાં હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here