શ્વાસની તકલીફમાં ટ્રેકિયોસ્ટોમી

0
34
Share
Share

શ્વાસ લેવાની તકલીફ પડવાની સ્થિતીમાં ટ્રેકિયોસ્ટોમી ટ્રિટમેન્ટ અથવા તો આ પ્રકારની સારવાર આપવામાં આવે છે.  ગળામાં અને ફેફસામાં ઇન્ફેક્શન, શ્વાસનળીમાં બ્લોકેજ અથવા તો ગળામાં કેન્સર થયા બાદ શ્વાસ લેવામાં જ્યારે તકલીફ પડે છે ત્યારે આ સારવાર આપવામાં આવે છે. શ્વાસ ક્યારે અને કેટલા પ્રમાણમાં આપવામાં આવે તે બાબત મશીન મારફતે મોનિટર નક્કી કરે છે.  કેટલા દિવસ સુધી આ શ્વાસ આપવામાં આવશે તે બાબત રોગની સારવાર પર આધારિત રહે છે. શ્વાસ ન લઇ શકવાની સ્થિતીમાં ટ્રેકિયોસ્ટોમીની મદદથી કૃત્રિમ શ્વાસ આપવામાં આવે છે. આ સારવાર નહી બલ્કે ટ્રિટમેન્ટનો હિસ્સો છે. આ એક દિવસ ૫-૧૫ મિનિટની પ્રક્રિયા છે. ગર્દનમાં શ્વાસ નળીને શુન્ય કરી દેવામાં આવ્યા બાદ ખુબ નાનકડા હોલ પાડી દેવામાં આવે છે. જેમાં ટ્રેકિયોસ્ટોમી ટ્યુબ નાંખી દેવામાં આવે છે. આ ટ્યુબને ઓક્સીજન સાથે જોડી દેવામાં આવ્યા બાદ દર્દીને કૃત્રિમ શ્વાસ આપવામાં આવે છે. મોનિટર દ્વારા દરેક બાબત નક્કી કરવામાં આવે છે. આ સારવાર કેટલા દિવસ ચાલશે તે અંગે પહેલાથી કોઇ વાત કરી શકાય નહી. રોગની સારવાર પર તમામ બાબતો આધારિત રહે છે. સારવાર પૂર્ણ કરી લેવામાં આવ્યા બાદ ટ્યુબને દુર કરીને ગળાના સર્જરીવાળા હિસ્સાને ટાંકા મારી દેવામાં આવે છે. આને ઓપરેશન થિયેટર ઉપરાંત ઓન ધ સ્પોટ પણ કરવામાં આવી શકે છ.ે આ ટ્રિટંમેન્ટ બે પ્રકારની ઇમરજન્સીમાં આપવામાં આવે છે. ગળામાં એલર્જીના કારણે શ્વાસ લેવામાં તકલીફ, જન્મજાત શ્વાસ લેવા સાથે સંબંધિત નળીમાં વિકૃતિ, ફેફસા સાથે જોડાયેલી ગંભીર બિમારીમાં આ ટ્રિટમેન્ટ આપવામાં આવે છે. મો સાથે જોડાયેલી કોઇ ઇજા, વોકલ કાર્ડ પેરાલિસિસ અથવા તો શ્વાસમાં તકલીફ વેળા પણ સારવાર આપવામાં આવે છે. એક્સીડન્ટ, હાર્ટ સાથે સંબંધિત રોગ, તીવ્ર બુખારની સ્થિતીમાં પણ સારવાર આપવામાં આવે છે. ટ્રેકિયોસ્મી પહેલા દર્દીના બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે. જેથી બ્લડ સાથે સંબંધિત ડિસઓર્ડરની માહિતી મળી શકે. જેમ કે લોહીની થર ન જામી જવાની સ્થિતીમાં દર્દીને પ્લેટલેટ આપવામાં આવે છે. સાથે સાથે વિટામિનના ઇન્જેક્શન આપવામાં આવે છે. ત્યારબાદ ટ્રિટમેન્ટ કરવામાં આવે છે. સાથે સાથે કૃત્રિમ શ્વાસ આપતી વેળા કેટલીક બાબતોનુ ધ્યાન રાખવામાં આવે છે. ગર્દનમાં કરવામાં આવેલા ઓપરેશન બાદ આ હિસ્સા પર ધુળ ન લાગે તે બાબત પર ધ્યાન રખાય છે. હાલમાં દેશમાં કોરોનાની સ્થિતી પ્રવર્તી રહી છે. કોરોનાના કારણે વિશ્વના ૨૧૩ દેશો અસરગ્રસ્ત થયેલા છે. સાથે સાથે આના કારણે વિશ્વના દેશોમાં ૪૬ લાખથી વધારે કેસો થયેલા છે. મોતનો આંકડો પણ લાખોમાં પહોંચી ગયો છે. કોરોના વાયરસને રોકવા માટે દુનિયાના દેશો મથામણ કરી રહ્યા છે. જો કે સફળતા મળી રહી નથી. કોરોના વાયરસના લક્ષણની વાત કરવામાં આવે તો તેમાં તાવ, શરદી ગરમીની અસર રહે છે. સાથે સાથે ખાંસી ઉધરસ રહે છે. શ્વાસ લેવાની તકલીફ પણ પડે છે. આ તમામ લક્ષણો તેમાં જોવા મળે છે. જાણકાર નિષ્ણાંતો કહે છે કે કોરોના વાયરસના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આવી સ્થિતીમાં તેમને પણ આ સારવાર આપવામાં આવે છે. ગળા અને ફેફસામાં ઇન્ફેક્શન અથવા તો શ્વાસનળીમાં કોઇ બ્લોકેજ થવાની સ્થિતીમાં આ સારવાર આપવામાં આવે છે. શ્વાસ લેવામાં કોઇ પણ તકલીફ પડે તો તેની અવગણના  ઘાતક સાબિત થઇ શકે છે જેથી સારવાર જરૂરી છે.

હાઇ હિલ્સ : દુખાવાને નિમંત્રણ

આધુનિક યુગમાં યુવતિઓ પોતાને મોડર્ન તરીકે રજુ કરવા માટે હાઇ હિલવાળા સુઝ અથવા તો સેન્ડલ પહેરવાનું પસંદ કરે છે. પરંતુ યુવતિઓને હવે સાવધાન થઇ જવાની અને નવા અભ્યાસની નોંધ લેવાની જરૂર છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે, ઉંચા હિલવાળા સેન્ડલ પહેરવાથી ફેશનમાં ચોક્કસપણે વધારો થાય છે. પરંતુ સંશોધનમા જણાવવામાં આવ્યું છે કે સાંધાના દુઃખાવો પણ હાઇહિલના કારણે વધવાનો ખતરો રહે છે. લંડનમાં કરવામાં આવેલા અભ્યાસમાં દરરોજ હાઇહિલ પહેરનાર મહિલાઓના મત લેવામાં આવ્યા હતા. જેમાં જાણવા મળ્યું કે હાઇહિલ પહેરનાર યુવતિઓ અને મહિલાઓની સાંધામાં દુઃખાવાની ફરિયાદ વધારે રહી છે. હાઇહિલ બોડી ઉપર સીધી અશર કરે છે. આના લીધે  પગ, ઘુઠણ અને અન્ય જોઇન્ટ પર દબાણ આવે છે.  બ્રિટનના જાણીતા અખબાર ડેઇલી ટેલીગ્રાફે જણાયુ છે કે, એક વખતે સાંધાના દુઃખાવાની ફરિયાદ શરૂ થઇ ગયા બાદ આ ફરિયાદ સતત વધે છે. ૨ હજાર લોકોને આવરી લઇને કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યુ છે સાંધામાં દુઃખાવાની ફરિયાદ મોટા ભાગે વય વધતાની સાથે જોવા મળે છે. પરંતુ હાઇહિલ પહેરનાર યુવતિઓ અથવા મહિલાઓમાં નાની વયમાં પણ આ ફરિયાદ જોવા મળી છે. અભ્યાસમાં ૨૨ ટકા લોકોએ એવો મદ વ્યક્તિ કર્યો છે કે, સાંધામાં દુઃખાવા વય વધતાની સાથે સાથે ચોક્કસપણે થાય છે. ૩૬ ટકા લોકોએ કહ્યું હતું કે, તેઓ આ પ્રકારની સ્થિતિથી વધારે વાકેફ નથી. સાંધાના દુઃખાવા સાથે સંબંધિત નિષ્ણાંત પ્રોફેસર એન્થોની રેડમન્ડે કહ્યું છે કે, હિલના શૂઝ અથવા તો સેન્ડલ નુકસાનકારક સાબીત થઇ શકે છે. યોગ્ય ફુટવેરની પસંદગી પગ ઉપર આવતા દબાણને ઘટાડવામાં ઉપયોગી સાબીત થાય છે. જોઇન્ટ ઉપર પણ દબાણને ઘટાડે છે. દરરોજની પ્રવૃતિના લીધે હાઇહિલ પહેરવાની સ્થિતિમાં પગ ઉપર અને જોઇન્ટ ઉપર દબાણ આવે છે. યોગ્ય ફુટવેર કોઇપણ પ્રકારની ઇજા અથવા તો સાંધાને નુકસાનના ખતરાને ઘટાડે છે. એક ઇંચથી વધારે ઉચાઇવાળા હિલ નહીં પહેરવાની સલાહ અપાઇ છે.

ઊંચો અવાજ ખતરનાક છેહાલમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ઉંચા અવાજથી આરોગ્ય પર માઠી અસર થાય છે. એન્વાયરમેન્ટલ હેલ્થ પર્સપેક્ટિવમાં પ્રકાશિત કરવામાં આવેલા નવા અભ્યાસમાં હવે દાવો કરવામાં આવ્યો છે કે દરરોજ ચારેબાજુ ઊંચા અવાજથી વાતો, સેલફોનની રિંગ, ઉંચા અવાજમાં વાતચીત જોવા મળે છે. ખૂબ ઓછા લોકોને આ બાબતની માહિતી છે કે આ પ્રકારની તમામ બાબતો હાર્ટના દર પર તથા સમતુલા પર અસર કરે છે. અભ્યાસના ભાગરૂપે સેંકડો લોકોના દરરોજના હાર્ટના રેટની પ્રવૃત્તિ અને અન્ય બાબતો પર નજર રાખવામાં આવ્યા બાદ એવું જાણવા મળ્યું છે કે જે વ્યક્તિ ઉંચા અવાજના માહોલમાં રહે છે તે વ્યક્તિ વધુ ટેન્શનમાં રહે છે જ્યારે શાંત વાતાવરણમાં રહેનાર વ્યક્તિ વધુ સ્વસ્થ દેખાય છે. ઉંચા અવાજની વચ્ચે કામ કરનાર વ્યક્તિ હમેશા વહેલીતકે ગુસ્સે ભરાઈ જાય છે. આનો મતલબ એ થયો કે કોઈ પણ કામ સાનુકૂળ અને શાંતિપૂર્ણ માહોલમાં થાય તે જરૂરી છે. બીજી બાજુ હાર્ટના રેટ પર પણ તેની સીધી અસર થાય છે. રસપ્રદ બાબત એ છે કે જ્યારે અવાજ ૬૫ ડેસિબલ્સ(સુરક્ષિત સપાટી)થી નીચે રહે છે ત્યારે પણ હાર્ટના રેટ સતત વધતા રહે છે. અન્ય પરિબળો પણ ધ્યાન પર લેવા જેવા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે ૮૫ ડેસિબલ્સની સપાટી બિલકુલ સુરક્ષિત સપાટી છે. સામાન્ય વાતચીત ૬૦થી ૬૫ ડીબીમાં થાય તે જરૂરી છે. ભારે ટ્રફિકની સ્થિતિ હેયર ડ્રાયર અને અન્ય કેટલાક સાધનોમાં ૮૫ ડીબીની સપાટી રહે છે. હેન્ડડ્રિલનો અવાજ ૧૦૦ ડીબીનો રહે છે. કહેવાનો મતલબ એ છે કે ઉંચા અવાજના માહોલમાં વ્યક્તિ વધારે હતાશાનો અનુભવ કરે છે તેનાથી જે પીડા થાય છે તેમાં ક્રિએટિવીટવ પર અસરનો સમાવેશ થાય છે. ઘણા લોકો નવા અભ્યસથી સંમત નથી.

ડેન્જરસ ડેસિબલ્સ…..

જલ્દી ગુસ્સે થવું

ઘણાં લોકો ઉંચા અવાજથી કોઈ કામ થતું હોય તો તેવી સ્થિતિમાં રહી શકતા નથી અને ઝડપથી ગુસ્સે થઈ જાય છે. શોર્ટ ટેમ્પર બની જાય છે. લોકો વધુ વાતચીતના માહોલમાં કામ પણ કરી શકતા નથી.

માથામાં દુઃખાવો

ઉંચા અવાજની સ્થિતિમાં ઘણા લોકોને માથા પકડાઈ જાય છે. થાક પણ વધારે લાગે છે. પીઠમાં પીડા પણ વધી જાય છે. આ પ્રકારના તમામ કારણો સપાટી પર આવી ચુક્યા છે.

જોખમી વર્તન

ઉંચા અવાજમાં ઓફિસમાં વાત કરવાની સ્થિતિ ખૂબજ ખતરનાક છે. બિનજરૂરી રીતે ગુસ્સે થવાની બાબત માટે પણ ઉંચો અવાજ પણ કારણરૂપ છે. ઓફિસોમાં જોખમી વર્તન રહે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here