શ્રેષ્ઠ કેપ્ટન કોણઃ આઇસીસીના પોલમાં ઇમરાન ખાન-કોહલી વચ્ચે ટક્કર

0
15
Share
Share

દુબઇ,તા.૧૩

વિશ્વ ક્રિકેટ જગતમાં બુધવારે એક રસપ્રદ મુકાબલો જોવા મળ્યો. જેમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને હાલના વડાપ્રધાન ઇમરાન ખાન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી.

છેલ્લા ૨૪ કલાકમાં આઇસીસીના આ પોલ અંગે સોશિયલ મીડિયા પર જોરદાર બઝ (ગણગણાટ) જોવા મળ્યો. ૈંઝ્રઝ્ર દ્વ્રારા એક પોલ યોજવામાં આવ્યું. જેમાં ‘વિશ્વનો શ્રેષ્ઠ કેપ્ટન કોણ’ અંગે ક્રિકેટ રસિકો પાસેથી કેપ્ટન તરીકે કોનું પ્રદર્શન સારું રહ્યું તે અંગે વોટિંગ કરાયું હતું.

બુધવારે પોલિંગની અંતિમ ક્ષણોમાં વિરાટ કોહલી અને ઇમારન ખાન વચ્ચે રસાકરી સર્જાઇ હતી. અંતે ઇમરાન ખાને નજીવા અંતરે બાજી મારી લીધી.

પોલમાં ૫.૩૬ લાખ મત પડ્યા. જેમાંથી ૪૭.૩ ટકા વોટ ઇમરાનને અને ૪૬.૨ ટકા મત કોહલીને મળ્યા હતા.

ભારતમાં ટ્‌વીટર પર સતત હકોહલી માટે વોટિંગની અપીલ કરવામાં આવી રહી હતી. તે નંબર વન ટ્રેન્ડ પણ બની રહ્યું હતું. પ્રારંભમાં ઇમરાન ખાન આગળ ચાલી રહ્યા હતા. જ્યારે કોહલીએ વચ્ચે વચ્ચે જોરદાર ટક્કર આપી હતી. પરંતુ અંતે એક ટકા કરતા પણ ઓછા મતે ઇમરાને બાજી મારી લીધી.

વાસ્તવમાં ગત દિવસ આઇસીસીએ ટ્‌વીટ કરી હતી કે ક્રિકેટ વિશ્વના કેટલાક ખેલાડી એવા છે, જેમનું કેપ્ટનશીપ ઉપરાંતનું પરફોર્મન્સ સતત સારુ થતું ગયું.

આ મુકાબલામાં કોહલી ઉપરાંત ઇમરાન ખાન, દક્ષિણ આફ્રિકાના ધુરંધર ખેલાડી એબી ડિવિલિયર્સ અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટર મેગ લેનિંગ સામેલ રહ્યા. આઇસીસીએ તમામના રેકોર્ડ શેર કર્યા હતા. વોટિંગમાં ડિવિલ્યર્સને ૬ ટકા અને મેગ લેનિંગને માત્‌ ૦.૫ ટકા જ વોટ મળ્યા.

CR

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here