બેસ્ટ સ્પીરચ્યુઅલ ડેસ્ટિનેશન ઓફ ગુજરાતનો એવોર્ડ અપાયો
વેરાવળ, તા.૧૩
તા. ૧૧.૧.૨૦૨૧ ના ટુરિઝમ એવોર્ડ-૨૦૨૦ નું આયોજન ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે કરવામાં આવેલ, જે કાર્યક્રમમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પી કે લહેરીવતી બેસ્ટ સ્પીરચ્યુઅલ ડેસ્ટિનેશન ઓફ ગુજરાત નો એવોર્ડ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદ હસ્તે આપવામાં આવેલ હતો, જેને ટ્રસ્ટ ના એક્ઝિક્યુટિવ ઓફિસર દ્વારા સ્વીકારવામાં આવેલ હતો.આ તકે ટુરિઝમ મંત્રી જવાહર ચાવડા, વાસણ આહીર સહિત મહાનુભાવો હાજર રહ્યાં હતાં.