શ્રી વિઘ્નેશ્વરાય નમોઃ નમ, શ્રી સિધ્ધિ વિનાયક નમોઃ નમ

0
79
Share
Share

શ્રી વિઘ્નેશ્વરાય નમોઃ નમ, શ્રી સિધ્ધિ વિનાયક નમોઃ નમ

’ગજાજનં મૂત ગણાદિસેવિંત

કપિત્થજમ્બૂ ફલચારુ ભક્ષણમ્‌।

ઉમાસુદ શોકવિનાશકારંક નમામિ,વિઘ્નેશ્વર પાદ પડ્‌ક : જમા ।।’

ભાવાર્થઃ જે હાથી સમાન મુખવાળા છે, ભૂતગણાદિ જેને માને છે. કોઠાં તથા જાંબુ ફળ જેમનું પ્રિય ભોજન છે. પાર્વતીનાં પુત્ર છે તથા જે પ્રાણીઓનાં શોક વિનાશ કરનાર છે, તે વિઘ્નેશ્વરનાં ચરણોમાં હું નમસ્કાર કરું છું.ભાદરવા સુદ ચોથ’ ગણેશ’નાં મહિમાનું ગાન કરતા પાવનદિન છે. કોઈ પણ શુભ કાર્યનો પ્રારંભ ’શ્રી ગણેશ’ વિના ચાલે જ નહીં. મંગલ કરનારા દેવ શ્રી ગણેશ જ છે. દેશભરમાં બધે ગણેશચતુર્થીથી લઈને દસ દિવસ અનંતચતુર્થી સુધી ભારે ધામધૂમથી ’ ગણેશોત્સવ’ ઉજવાય છે. ગણપતિજી ભગવાન  શિવજી અને મા પાર્વતીનાં સંતાન છે. ગણેશજી રિધ્ધિ- સિધ્ધિનાં દેવ છે.એમને બે પત્નિઓ છે, બુધ્ધિ એટલે કે રિદ્ધિ અને સિદ્ધિ જે જાણીતી વાત છે. સિદ્ધિનાં પુત્રનું નામ ’શુભ’ રાખવામાં આવ્યું, જ્યારે બુધ્ધિનાં પુત્રનું નમ ’લાભ’ રાખવામાં આવ્યું. એમનાં ગુણવાચક નામ પ્રમાણે તે બંન્ને અર્થસૂચક છે. એટલે કે ગણેશજીનું પૂજન કરવાથી, અર્થાત એમનાં ગુણો જીવનમાં અપનાવાથી બુધ્ધિ શુદ્ધ થાય છે, તથા સિધ્ધિ પ્રાપ્ત થતી હોય છે. ગણેશજીનાં અનેક સદ્ગુણોમાં મુખ્ય ગુણ છે. સતત પુરુષાર્થ કરતા રહેવાનો, વડિલોનાં આજ્ઞાંકિત હોવું, ઇમાનદારીથી સદ્‌કાર્ય કરવું, ઉપલબ્ધ સર-સાધનોનો યોગ્ય સમયે, યોગ્ય ઉપયોગ કરવો. આ પ્રમાણે આ સદ્ગુણોને વ્યવહારમાં મૂકનારા જીવનમાં જરૂર સફળતા પામે છે. આ સિવાય પણ લાભનું રક્ષણ કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. રિદ્ધિ- સિધ્ધિ, લાભ-શુભ. આ બધા સમૃધ્ધિનાં પર્યાય સમાન છે. શ્રી ગણેશજી એ અહંતાસુર, કામાસુર, કોધાસુર, માયાસુર, લોભસુર નામના આસુરોને હણ્યા હતા, જે અનુક્રમે અહંકાર, કામ, ક્રોધ, માયા, લોભનાં પ્રતીક સમાન છે. ગણેશજીનાં દર્શન-પૂજનથી મનુષ્યની ભીતર વસતા આ શત્રુઓથી ભક્તોને બચાવે છે. ગણેશજીએ આ દુઃગુણોનો નાશ કરવા, અંકુશનો પ્રયોગ કર્યો હતો. એજ પ્રમાણે મનુષ્યે ચિત્ત પર અંકુશ કરીને આ વૃત્તિઓને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.

’વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિવિધ્નં કુરુમે દેવ સર્વ કાર્યેષુ સર્વદા ।।

પ્રારંભથી જ ગણપતિ બુધ્ધિ, કલા, વિજ્ઞાન લેખનનાં દેવ કહેવાયા છે. મહર્ષિ વ્યાસજીએ રચેલા મહાભારતનું લેખનનું કાર્ય શ્રી ગણેશજીએ કરેલું, તેવી આખ્યાયિકા પ્રસિદ્ધ છે. ગણેશ સહસ્ત્ર નામાવલિમાં તેમને માટે ’બુદ્ધિપ્રિયાય’ નામ પણ વપરાયું છે. શ્રી ગણપતિજી જાતેજ શુભ કરનારા દેવ ગણાયા છે. અને દરેક પ્રકારનાં વિઘ્નો દૂર કરવાનાં તેમના સામર્થ્યનાં કારણે જ કોઈ પણ જાતનાં શુભકાર્યનો આરંભ ગણેશજીનાં પૂજનથી થાય છે. ગુપ્ત સામ્રાજ્યનાં સમયથી ગણપતિને પંચાયતન, શિવ, વિષ્ણુ, દુર્ગા, સૂર્ય, ગણેશમાં સ્થાન મળ્યું છે.ગણપતિ, ગણેશ, વિનાયક, ગજાજન, વક્રતુંડ, એકદંત, લંબોદર વિઘ્નેશ્વરાય જેવા અસંખ્ય નામે ઓળખાતા આ ’શિવપુત્ર’નાં સમગ્ર દેશમાં અગણિત ભકતો છે. છેક વેદકાળથી ગણપતિજી પુજાતા આવ્યા છે. ’ગણનામ ત્વં ગણપતિ ગુંહવામહે તેવો વેદમંત્ર તે વાતની સાક્ષી પૂરે છે. અનેક પુરાણોમાં ગણપતિજીનો ઉલ્લેખ જોવા મળે છે. પણ તેમનાં મુખ્ય પુરાણ તો ’ગણેશ’ અને ’મુદ્દગલ પુરાણ’ છે. આમાં મુદ્દગલ પુરાણમાં ગણેશજીનાં આઠ અવતાર મનાયા છે. જો કે હવે વિવિધ અવતારનાં જુદા જુદા નામો એક સાથે દર્શાવાય છે.છેલ્લા બે અઢી હજાર વર્ષથી ભારતવર્ષમાં ગણપતિ પૂજાય છે. મહારાષ્ટ્રમાં ગણેશજીના આંઠ પ્રસિધ્ધ મંદિરો છે. તો તેમનો ઉલ્લેખ બૌદ્ધ અને જૈન ગ્રંથોમાં પણ છે. ગણેશ પુરાણો, સ્ત્રોતો અને સ્તુતિઓનો પાર નથી. ગણપતિ અને ગણેશ એ બે નામો તેમના હોદા, ગણોના સ્વામી પરથી પડયા છે. જ્યારે એકદંત, લંબોદર, ગજાનન જેવા નામો તેમનાં સ્વરૂપ સૂચવે છે. અને વિઘ્નવેશ, વિઘ્નહર્તા જેવા નામો તેમનો સ્વભાવ સૂચવે છે.અમર કોષે જેમના માટે હેરંબા શબ્દ વાપર્યા, તે ગણપતિ પંચમુખી છે અને તેનાં પાંચેય મસ્તક હાથીનાં જ છે. આ હાથીનાં બે દંતશૂળમાંથી એક ભાંગેલો છે. તેથી ગણેશજી હંમેશાં એકદંતધારી કહેવાયા છે. જ્યારે તેમનું મસ્તક એક તરફ નમેલું હોવાથી વક્રતુંડ પણ કહેવાયા છે. જો કે હવે ગણેશજીનું મૂર્તિવિદ્યાન જમાના પ્રમાણે થોડું બદલાયું પણ છે. અત્યારનાં સમય અનુસાર, ગણેશ ચતુર્થીથી શરૂ થતા, દસ દિવસો સુધી ચાલતા ગણેશોત્સવમાંતો મૂર્તિઓને આધુનિક ઘટનાઓ અને વ્યકિતઓ સાથે જોડી દેવામાં આવે છે. જો કે વર્ષો થઈ ગયા પણ ગણેશજીની સૌથી જૂની મૂર્તિઓથી માંડીને આજ સુધીમાં હાથીનું માથું અને મોટી ફાંદ, આ બે ચિન્હો બદલાયા નથી.સૌથી જૂની મૂર્તિઓમાં ગણપતિનાં બે હાથ છે પણ મોટાભાગની મૂર્તિઓમાં ચાર હાથ છે. ગણેશજીની આધુનિક મૂર્તિઓમાં ગણપતિજી ઉંચા આસને બેઠેલા હોય છે. મોદક તેમનું પ્રિય ભોજન છે. તેમનું વાહન ગણાતું ઉંદર પણ તેમનાં પગ પાસે રાખવામાં આવે છે. ઉંદર દરેક ઘરમાં જોવા મળતું વાહન છે. તેમજ શ્રી ગણેશજી પણ દરેક ઘરમાં બિરાજમાન હોવાથી, તેમનાં માટે ઉંદર જ યોગ્ય વાહન ગણાયું છે. ભારતમાં મોટું પેટ સમૃધ્ધિનું સૂચક છે. એમ ગણેશજી પણરિધ્ધિ – સિધ્ધિના દાતા ગણાયા છે. માટે એક નિત્યકર્મ તરીકે પ્રભાતે ગણપતિજીનું પૂજન- અર્ચન કરવામાં આવે છે. કેમકે તેના ફળ સ્વરૂપે તેઓ બુધ્ધિ સાથે સિધ્ધિ સફળતા તથા રિધ્ધિ એટલે સમૃદ્ધિનું પ્રદાન કરે છે.એક આમ ભક્ત માટે સાર્વજનિક ગણેશોત્સવ આજે પણ સાચા અર્થમાં એક મહાઉત્સવ છે. કેમકે આ દૂંદાળા દેવ આપણી વચ્ચે દસ દિવસ સુધી સાથે રહે છે. વિઘ્નો હરવાનું આશ્વાસન આપે છે. આ પ્રમાણે બધા, દેવોમાં ગણેશજી સૌથી વધારે ’વ્યવહારૂ’ છે. એટલે જ તેમને ’ગણાધીશ’ નું ઉપનામ મળેલું છે.

ઓમ એકદન્તાય વિદ્મહે વક્રતુન્ડાય દ્યીમહિ ।તન્નો દન્તી પ્રચોધ્યાત્‌ ।।

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here