શ્રી નૂતન સૌરાષ્ટ્રના ૭૩માં વર્ષમાં પ્રવેશની શુભેચ્છાઓ પાઠવતાા સંત માધવપ્રિયદાસજી

0
24
Share
Share

ગિરગઢડા તા ૧

ગંગા જેવા શુદ્ધ અવિરત પ્રવાહ ની જેમ ’શ્રી નૂતન સૌરાષ્ટ્ર’ ના ૭૨ વર્ષ સમયની સાથે સફળતા પુર્વક વહી ગયા. આગામી વર્ષમાં આપના શુભ પ્રયત્નને ભગવાન શ્રી હરિ સરાહનીય માર્ગ અર્પે એવી પ્રાર્થના.

સાત દાયકાથી લોકોની વાચાને સમાજ સુધી પહોચાડી, દરેક સમાચારને આગવું સ્થાન આપી અનુપમ કાર્ય કરતા રહ્યા છો એ વાતથી લોક પરિચિત છે. આપની સફળતાનું કારણ ’શ્રી નૂતન સૌરાષ્ટ્ર’ ના નાના મોટા દરેક કર્મચારીઓનું સમર્પણ છે. આપના સમાચાર પત્રનું લોકહ્રદયમાં સ્થાન સતત જળવાઈ રહે તેવી ભગવાન શ્રી હરિના ચરણોમાં અમારી અરજ.

આપનું કાર્ય એ એક સમાજ સેવાનું જ કાર્ય છે. સર્વ ને ગૌરવ સમાન સમગ્ર શ્રી નૂતન સૌરાષ્ટ્રની સમગ્ર ટીમ ને એસજીવીપી ગુરુકુલ પરિવાર સાથે અનન્ય લાગણીઓનું જોડાણ છે. આપના સકારાત્મક, સરાહનીય, લોક સેવાના કાર્યથી આગળ પ્રગતિ કરતા રહો એવી એસજીવીપી ગુરુકુલ પરિવાર વતી માધવપ્રિયદાસજીની અનંત શુભકામનાઓ સાથ જય ભારત.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here