શ્રીલંકામાં માતા સીતાનું ભવ્ય મંદિર બનશેઃ મધ્યપ્રદેશ મુખ્યમંત્રીની જાહેરાત

0
35
Share
Share

ભોપાલ,તા.૨૮
મધ્યપ્રદેશ સરકાર શ્રીલંકામાં સીતા માતાનું મંદિર બનાવવા જઈ રહી છે. આ મંદિર અંગેનો પ્રસ્તાવ વર્ષ ૨૦૧૨માં શ્રીલંકા સરકાર પાસે મુકવામાં આવ્યો હતો. મંદિર બનાવવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે જાહેરાત કરી છે કે શ્રીલંકામાં માતા સીતાનું ભવ્ય મંદિર બનાવશે. કમલનાથે એમ પણ કહ્યું છે કે, ‘મંદિરની ડિઝાઈનને અંતિમ રૂપ આપી દેવાયું છે. તેમજ તેના માટે ભંડોળ પણ પુરૂ પાડવામાં આવશે. મંદિર બનાવવા માટે બનાવાયેલી સમિતિ મંદિરનાં નિર્માણ કાર્ય પર નજર રાખશે. વર્ષ ૨૦૧૨માં શિવરાજસિંહ ચૌહાણે શ્રીલંકા સમક્ષ આ પ્રસ્તાવ મુક્યો હતો. આ પ્રસ્તાવ આકાર પામી રહ્યો છે.
શ્રીલંકામાં સીતા માતાનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે. જેના પ્રયાસો ઝડપી બન્યાં છે. મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી કમલનાથ અને શ્રીલંકાનાં અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. મંદિર નિર્માણ માટે મધ્યપ્રદેશ અને શ્રીલંકાનાં અધિકારીઓની એક સમિતિ બનાવવામાં આવશે. મંદિરની સાથે સાંચીમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું બુદ્ધ સંગ્રહાલય અને સંશોધન કેન્દ્ર બનાવવા પર ચર્ચા કરવામાં આવી છે.
કમલનાથે બૌદ્ધ સંગ્રહાલય, અભ્યાસ અને પ્રશિક્ષણ કેન્દ્રો માટે જમીન આપવાની સાથે તેને આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થા બનાવવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કેટલીક જાપાની કંપની અને અન્ય સંસ્થાઓમાં સાંચીમાં વિભિન્ન સંરચનાઓ નિર્માણ માટે નાણાકિય મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here