શ્રીલંકન બોલિંગ કોચ પદેથી ચામિન્ડા વાસે ત્રણ દિવસમાં જ રાજીનામું ધરી દીધું

0
24
Share
Share

કોલંબો,તા.૨૩

શ્રીલંકાના પૂર્વ સ્ટાર બૉલર ચામિન્ડા વાસને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ચામિન્ડા વાસે સોમવારે પોતાના જ દેશના ક્રિકેટ બોર્ડ સાથે છેડો ફાડી દીધો છે. ચામિન્ડા વાસને શ્રીલંકન ક્રિકેટ બોર્ડ તરફથી દેશની રાષ્ટ્રીય ટીમના ફાસ્ટ બૉલિંગ કૉચ બનાવામાં આવ્યો હતો. પરંતુ ત્રણ જ દિવસમાં ચામિન્ડા વાસે આ પદ પરથી રાજીનામુ આપી દીધુ છે, કારણે વેતનને લઇને સામે આવ્યુ છે. બોર્ડ અને ચામિન્ડા વાસ વચ્ચે પગારને લઇને વિવાદ ચાલી રહ્યો હતો, જેના કારણે ચામિન્ડા વાસે વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ ટીમના રવાના થયાના ઠીક પહેલા જ રાજીનામુ ધરી દીધુ છે.

શ્રીલંકા ક્રિકેટના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું- અમે તેમની શરતો પર સહમતી ન હતા દર્શાવી શકતા હતા, એટલે તેને રાજીનામુ આપી દીધુ. એસએલસીના નિવેદનમાં કહેવામાં આવ્યુ- આ નિરાશાજનક છે કે દુનિયાભરમાં જે રીતનો આર્થિક માહોલ છે, તેને ધ્યાનમાં રાખતા ચામિન્ડા વાસે પોતાના ખાનગી નાણાંકીય ફાયદા માટે ટીમના રવાના થવાની પૂર્વ સંધ્યાએ અચાનક અને આ રીતે ગેરજવાબદારી પૂર્વક પગલુ ભર્યુ.

તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટીમના ખરાબ પ્રદર્શન બાદ ચામિન્ડા વાસને ગયા અઠવાડિયે જ ઓસ્ટ્રેલિયાના ડેવિડ સેકેરની જગ્યાએ ફાસ્ટ બૉલિંગ કૉચ નિયુક્ત કરવામાં આવ્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here