શ્રીલંકન ખેલાડી દિલહારા લોકુહેટિગે દોષી જાહેર

0
31
Share
Share

દુબઇ,તા.૨૯

સ્વતંત્ર ટ્રીબ્યુનલ દ્વારા કરવામાં આવેલી સુનાવણી બાદ આઈસીસીના ભ્રષ્ટાચાર વિરોધી નિયમ હેઠળ શ્રીલંકન ખેલાડી દિલહારા લોકુહેટિગે દોષી જણાઈ આવ્યો હતો. આઈસીસીના ભ્રષ્ટાચારવિરોધી નિયમ અંતર્ગત જુદા જુદા ત્રણ ગુનાને મામલે દિલહારા લોકુહેટિગે દોષી જણાઈ આવ્યો હતો.

વર્ષ ૨૦૧૭માં યુએઈમાં રમાયેલી ટી-૨૦ ટુર્નામેન્ટમાં મૅચ ફિક્સિગંમાં સંડોવણી બદલ નવેમ્બર ૨૦૧૯માં આઈસીસીના ભ્રષ્ટાચારવિરોધી નિયમ હેઠળ લોકુહેટિગે પર આરોપ લગાડવામાં આવ્યા હતા. આ ટુર્નામેન્ટમાં શ્રીલંકાએ પણ ભાગ લીધો હતો.

અમિરાત ક્રિકેટ બૉર્ડ (ઈસીબી) વતી પણ આઈસીસીએ લોકુહેટિગે પર આરોપ મૂક્યા હતા અને તેની સુનાવણી પણ ચાલી રહી છે.

નવ વન ડે અને બે આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મૅચ રમેલા ભૂતપૂર્વ ફાસ્ટ બૉલરે ભ્રષ્ટાચારવિરોધી સ્વતંત્ર ટ્રીબ્યુનલ દ્વારા કેસની સુનાવણી કરવાની માગણી કર્યા બાદ તેના પર મૂકવામાં આવેલા તમામ ત્રણ આરોપોને મામલે લોકુહેટિગે દોષી જણાઈ આવ્યો હતો. લોકુહુડે સસ્પેન્ડ રહેશે અને યોગ્ય સમયે તેના પર પ્રતિબંધ લાદવામાં આવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here