શ્રીનગર સેક્ટરમાં સીઆરપીએફની કમાન મહિલા પોલીસ ઓફિસરના હાથમાં

0
28
Share
Share

શ્રીનગર,તા.૧

જમ્મુ-કાશ્મીરના શ્રીનગર સેક્ટરમાં CRPF ની કમાન પહેલીવાર મહિલા પોલીસ ઓફિસરને સોંપવામાં આવી છે. ચારુ સિન્હાને અહીં ઈન્સપેક્ટર જનરલની પોસ્ટ માટે તહેનાત કરવામાં આવ્યા છે. હમણાં તેઓ આ પદ પર જમ્મુ CRPF માં તહેનાત હતા.

ચારુ ૧૯૯૬ બેચના તેલંગાણા કેડરના IPS અધિકારી છે. આ પહેલી વખત નથી જ્યારે તેમને આવું મુશ્કેલ કામ સોંપવામાં આવ્યું છે. આ પહેલા પણ તેઓ બિહાર સેક્ટરમાં CRPF IG રહી ચૂક્યા છે. તેમણે આ જવાબદારી એપ્રિલ ૧૯૧૮માં સંભાળી હતી. અહીં તેમને નક્સલ સમસ્યાનો સામનો કરવા માટે મોકલવામાં આવ્યા હતા.

બિહારમાં તેમની આગેવાનીમાં નક્સલીઓ સામે ઘણાં ઓપરેશન્સ ચલાવવામાં આવ્યા હતા. ત્યારપછી આઈજી તરીકે તેમની ટ્રાન્સફર જમ્મુ CRPF માં કરવામાં આવી હતી. અહીં તેમણે લાંબો અને સફળ કાર્યકાળ પૂરો કર્યો. હવે તેમની ટ્રાન્સફર શ્રીનગર કરવામાં આવી છે. શ્રીનગર સેક્ટરમાં ક્યારેય મહિલા ઓફિસરને કમાન સોંપવામાં આવી નથી. આ સેક્ટરમાં CRPF આતંકીઓ સામે સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે મળીને કામ કરતી હોય છે. સિન્હા આ વિસ્તારના દરેક ઓપરેશન્સની આગેવાની કરશે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here