શ્રાઘ્ધ પક્ષની વિગત

0
56
Share
Share

શ્રાઘ્ધ પક્ષની શરૂઆત ભાદરવા સુદ પૂનમને બુધવાર તા.૨.૯.૨૦૨૦ થી થશે અને પૂર્ણ ભાદરવા સુદ અમાસને ગુરૂવાર તા.૧૭-૯-૨૦૨૦ સુધી શ્રાઘ્ધ પક્ષ ચાલશે.

એકમ તિથિનુ શ્રાઘ્ધ : ભાદરવા સુદ પૂનમને બુધવારે તા.૨.૯.૨૦૨૦ ના દિવસે છે.

બીજ તિથિનુ શ્રાઘ્ધ : ભાદરવા વદ એકમને ગુરૂવારે તા.૩.૯.૨૦૨૦ ના દિવસે છે.

તા.૪.૯.૨૦ ને શુક્રવારે શ્રાઘ્ધ નથી.

ત્રીજ તિથિનુ શ્રાઘ્ધ : ભાદરવા વદ ત્રીજને શનિવારે તા.૫.૯.૨૦ ના દિવસે છે.

ચોથ તિથિનુ શ્રાઘ્ધ : ભાદરવા વદ ચોથને રવિવાર તા.૬.૯.૨૦ ના દિવસે છે.

પાંચમ તિથિનુ શ્રાઘ્ધ : ભાદરવા વદ પાંચમને સોમવાર તા.૭.૯.૨૦ ના દિવસે છે સાથે ભરણી નક્ષત્ર શ્રાઘ્ધનો દિવસ.

છઠ્ઠ તિથિનુ શ્રાઘ્ધ : ભાદરવા વદ છઠ્ઠને મંગળવાર તા.૬.૯.૨૦ ના દિવસે છે.

સાતમ તિથિનુ શ્રાઘ્ધ : ભાદરવા વદ સાતમને બુધવારે તા.૯.૯.૨૦ ના દિવસે છે.

આઠમ તિથિનુ શ્રાઘ્ધ ભાદરવા સદ આઠમને ગુરૂવારે તા.૧૦.૯.૨૦ .નોમ તિથિનુ શ્રાઘ્ધ : ભાદરવા વદ નોમને શુક્રવારે તા.૧૧.૯.૨૦ ના દિવસે છે. સોભાગ્ય વતિ સ્ત્રીનુ શ્રાઘ્ધ.

દશમ તિથિનુ શ્રાઘ્ધ : ભાદરવા વદ દશમને શનિવારે તા.૧૨.૯.૨૦ ના દિવસે છે.

એકાદશી તિથિનુ શ્રાઘ્ધ : ભાદરવા વદ અગીયારસને રવિવાર તા.૧૩.૯.૨૦ ના દિવસે છે. ઈન્દિરા એકાદશી

બારશ તિથિનુ શ્રાઘ્ધ : ભાદરવા વદર બારસને સોમવાર તા.૧૪.૯.૨૦ ના દિવસે છે સાથે સન્યાસિનુ શ્રાઘ્ધ છે બાળા ભોળાનુ શ્રાઘ્ધ.

તેરશ તિથિનુ શ્રાઘ્ધ : ભાદરવા વદ તેરશને મંગળવારે તા.૧૫.૯.૨૦ ના દિવસે છે.

ચૌદશ તિથિનુ શ્રાઘ્ધ : ભાદરવા વદ ચૌદશને બુધવારે તા.૧૬.૯.૨૦ ના દિવસે છે સાથે શસ્ત્રોથી મૃત્યુ પામેલાનુ શ્રાઘ્ધ.

અમાસ તથા પૂનમ તિથિનુ શ્રાઘ્ધ ભાદરવા વદ અમાસને ગુરૂવારે તા.૧૭.૯.૨૦ ના દિવસે છે. સર્વપિતૃ અમાસ તથા સર્વ પિતૃ શ્રાઘ્ધ અજ્ઞાત તિથિ શ્રાઘ્ધ, શ્રાઘ્ધમાં નિયમ પ્રમાણે અપશુકન કાળનુ મહત્વ હોય તે પ્રમાણે તિથિ લેવાય છે. આથી આ વર્ષે તા.૪.૯.૨૦ ના શુક્રવારે કોઈ પણ શ્રાઘ્ધ નથી.

ભરણી શ્રાઘ્ધ આ વર્ષે ભાદરવા વદ સાતમને સોમવાર તા.૭.૯.૨૦ ના દિવસે છે જે વ્યકિત તિર્થ યાગ પોતાના જીવનમાં નો કરી શકેલ હોય અને તેની પાછળ શ્રાઘ્ધ કરવામાં આવે તો શ્રાઘ્ધ કરનાર વ્યકિત અને જેની પાછળ શ્રાઘ્ધ કર્યુ હોય તેને પણ તિથિ યાત્રાનુ ફળ મળે આ શ્રાઘ્ધને ભરણી શ્રાઘ્ધ કહે છે જે ભરણી નક્ષત્રના દિવસે થાય છે.

માતા મહ શ્રાઘ્ધ (નાનીમાંનુ શ્રાઘ્ધ) આસો સુદ એકમને શનિવાર તા.૧૭.૧૦.૨૦૨૦ ના દિવસે છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here