શ્રદ્ધા કપૂર અને રાજકુમારની સ્ત્રી ફિલ્મ જાપાનમાં રિલીઝ

0
17
Share
Share

સ્ત્રી ફિલ્મે ભારતમાં હંગામો મચાવી દીધો હતો
શ્રદ્ધા કપૂરે તેના ટિ્‌વટર હેન્ડલ પર પોતાની ફિલ્મ સ્ત્રીનું પોસ્ટર શેર કર્યું અને લખ્યું ફિલ્મ જાપાનમાં રીલીઝ થઈ
મુંબઈ,તા.૧૫
બોલિવૂડ સ્ટાર શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની હોરર કોમેડી ફિલ્મ સ્ત્રી હવે જાપાનમાં રિલીઝ થઈ છે. શ્રદ્ધા કપૂરે સોશિયલ મીડિયા પર માહિતી આપી છે કે તેની ફિલ્મ આજે એટલે કે સોમવારે જાપાનમાં રીલીઝ થવા જઈ રહી છે. શ્રદ્ધા કપૂરે પોતાની ટિ્‌વટર હેન્ડલ પર તેની ફિલ્મ સ્ત્રીનું પોસ્ટર શેર કર્યું છે. તેની સાથે લખ્યુ હતું કે, આજે ફિલ્મ સ્ત્રી જાપાનમાં રીલીઝ થવાની તૈયારી છે. તમારે પણ તૈયાર રહેવું જોઈએ. શ્રદ્ધા કપૂર સિવાય તેના સહ કલાકારો રાજકુમાર રાવ અને અપર્શક્તિ ખુરાના અને અભિષેક બેનર્જીએ પણ સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી છે.તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ફિલ્મ સ્ત્રી રિલીઝના ૨ વર્ષ પૂરા થયા છે. આ ફિલ્મ ૨૧ ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ રીલિઝ થઈ હતી. ફિલ્મના ૨ વર્ષ પૂરા થતાં શ્રદ્ધા કપૂરે બીટીએસ પિક્ચર્સને સોશિયલ મીડિયા પર શેર કરી અને તેની ટીમને માટે એક ચિઠ્ઠી લખી. વર્કફ્રન્ટની વાત કરીએ તો શ્રદ્ધા કપૂર છેલ્લે વરુણ ધવનની સાથે ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર ૩ ડીમાં જોવા મળી હતી. હવે તે લવ રંજન દિગ્દર્શિત ફિલ્મમાં દેખાશે. આ ફિલ્મમાં તેની સાથે રણબીર કપૂર પણ હશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here