લાહોર,તા.૧૧
પાકિસ્તાનના સ્ટાર ક્રિકેટર શોએબ મલિકની કારનો અકસ્માત થઇ ગયો છે. તેમની કાર રસ્તાના કિનારે ઉભેલા એક ટ્રક સાથે ટકરાઇ. આ અકસ્માતમાં તેમની ગાડીનો કચ્ચરખાણ વળી ગયો છે. જોકે સારા સમાચાર એ છે કે આ અકસ્માતમાં શોએબ મલિક સુરક્ષિત છે.
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાના પતિ શોએબ મલિક પોતાની સ્પોટ્ર્સ કાર વડે પાકિસ્તાન સુપર લીગના પ્લેયર ડ્રાફ્ટ કાર્યક્રમમાંથી ઘરે જઇ રહ્યા હતા. આ દરમિયાન લાહોરના નેશનલ હાઇ પર્ફોમન્સ સેન્ટર પાસે સ્પીડમાં હતા અને અચાનક તેમનું સંતુલન બગડી ગયું. તે કારને કંટ્રોલ કરી શકયા નહી અને ઉભેલા ટ્રકને ટક્કર મારી.
શોએબ મલિકની સ્પોટ્ર્સ કાર તૂટી ગઇ છે પરંતુ તે બાલ બાલ બચી ગયા. આ અકસ્માત બાદ અત્યાર સુધી શોએબ મલિકનું કોઇ નિવેદન આપ્યું નથી.